Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - १३, द्वितीय किरणे
६३
બંનેનો સંબંધ સમાન હોય છતે, એમ સૂર્યને જોનારની આંખમાં સૂર્યથી ઉપઘાત થાય છે, તેમ અગ્નિ-જળશૂલ (ભાલો) આદિના અવલોકનમાં ક્રમશઃ દાહ-ભીંજાવું-પાટન છેદવું-ફાડવું), અર્થાત્ તેમ આંખ કેમ જળતી નથી ? ભીની કેમ થતી નથી ? ફાટતી કેમ નથી ? વળી જો ચક્ષુ પ્રાપ્યકારી છે, તો પોતાના (આંખના) ભાગમાં રહેલ ધૂળ, મેલ, અંજન(કાજળ)ની શલાકા વગેરેને કેમ જોતી નથી? તેથી ચક્ષુ અપ્રાપ્યકારી જ છે.
નિયનની રશ્મિઓ નેત્રમાંથી નીકળી વિષયને પામી સૂર્યબિંબની રશ્મિઓની માફક પ્રકાશ કરે છે. સૂર્યબિંબની રશ્મિઓમાં જેમ સૂક્ષ્મ હોવાથી વહ્નિ આદિથી તેઓમાં દાહ આદિ થતાં નથી, એમ નહીં બોલવું; કેમ કે-નયન સંબંધી રશ્મિગ્રાહકપ્રમાણનો અભાવ છે. તેમ માનવામાં તેઓમાં અતિપ્રસંગ છે. વસ્તુપરિચ્છેદની અન્યથા અનુપપત્તિ જે હેતુ છે' એમ નહીં બોલવું, કેમ કે-નયનરશ્મિઓને માન્યા સિવાય તેના પરિચ્છેદની ઉપપત્તિ છે. જેમ મનમાં રશ્મિઓ નથી અને વસ્તુને જાણે છે. “તે મન પણ પ્રાપ્યકારી છે' એમ નહીં કહેવું, કેમ કે-મનમાં અપ્રાપ્યકારીપણું છે, એમ ટીકાકાર આગળ ઉપર સાબિત કરનાર છે.]
શંકા – જો ચક્ષુ અપ્રાપ્યકારી હોય, તો દૂર-વ્યવહિત પદાર્થને પણ ગ્રહણ કરે જ. જેમ કે-મન. પરંતુ તેવી રીતે ચક્ષુ ગ્રહણ કરી શકતી નથી, આવરણ વગરના નજીક રહેલ પદાર્થને ગ્રહણ કરી શકે છે. તેમાં જ તેના સંબંધનો સંભવ છે. જો એમ ન માનો, તો આવરણ હોવાથી અનુપલબ્ધિ અને આવરણના અભાવથી ઉપલબ્ધિ ન થવી જોઈએ. તે આવરણ ઉપઘાત કરવા માટે સમર્થ થતું નથી. પ્રાપ્યકારીપણામાં તો મૂર્તદ્રવ્યના પ્રતિઘાતથી આવરણ આદિ સંભવે છે, માટે ચક્ષુ પ્રાપ્યકારી માનવી જોઈએ ને?
સમાધાન – અહીં દાત્ત સાધ્યવિકલ છે. (જેમ શબ્દ નિત્ય છે, અમૂર્ત હોવાથી, જેમ કે-દુ:ખ. અહીં દુઃખરૂપ દષ્ટાન્ત જેમ સાધ્યધર્મરૂપ નિત્યસ્વરહિત છે, તેમ અહીં મનરૂપ દષ્ટાન્ત વિષયપરિમાણભાવરૂપ સાધ્યધર્મથી રહિત છે; કેમ કે-મન વિષયપરિમાણવાળું-નિયત વિષયવાળું છે.)
ખરેખર, મન પણ સમસ્ત વિષયોને ગ્રહણ કરતું નથી. તે મનમાં પણ સૂક્ષ્મ આગમ આદિથી ગમ્ય પદાર્થોમાં મોહનું દર્શન છે. તેથી જેમ મન, અપ્રાપ્યકારી પણ સ્વ આવરણના ક્ષયોપશમની અપેક્ષાવાળું હોઈ નિયત વિષયવાળું છે, તેમ ચક્ષુ પણ (ચક્ષુ વિષયપરિમાણવાળું નથી, કેમ કેઅપ્રાપ્યકારી છે. જેમ કે-મન. અપ્રાપ્યકારી પણ હોવા છતાં સામાન્યથી સર્વ પદાર્થોમાં મન પ્રવર્તતું નથી, માટે વ્યભિચારને અને જ્ઞાન-દર્શનાવરણાદિના પ્રતિબંધકત્વને કહે છે કે-“દષ્ટાંન્તની સાધ્યવિકલતા હોવાથી.) સ્વ આવરણના ક્ષયોપશમની અપેક્ષાવાળું હોઈ, અપ્રાપ્યકારી પણ યોગ્ય દેશમાં અવસ્થિતનિયત વિષયવાળું છે, માટે વ્યવહિતના ઉપલંભનો પ્રસંગ નથી, તેમજ દૂરદેશસ્થ પદાર્થોના ગ્રહણનો પ્રસંગ નહીં આવે.
અયસ્કાંત (લોહચુંબક) અપ્રાપ્યકારી છતાં વિશિષ્ટ સ્વભાવથી જ યોગ્ય દેશની અપેક્ષા રાખે છે.
શંકા – અયસ્કાંત પણ પ્રાપ્તકારી છે, કેમ કે-છાયાના પરમાણુઓથી ખેંચાતી વસ્તુના સંબંધથી પ્રાપ્યકારી છે. છાયાના પરમાણુઓ સૂક્ષ્મ હોવાથી જ દેખાતા નથી.