Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - १३, द्वितीय किरणे तस्य पर्याप्तत्वेन समवायनानात्वप्रसङ्गः, यद्येकदेशेन तर्हि निरंशताऽभ्युपगमव्याघातः, एकावयवावच्छेदेन वृत्तेः। किञ्चैकदेशेनापि समवायस्य केन सम्बन्धेन वृत्तिता, न समवायेनाऽपसिद्धान्तात् । न स्वरूपेण, तस्य प्रतियोग्यनुयोगिभिन्नत्वाभावेन शून्यत्वात् समवायिनोरपि स्वरूपेणैव वृत्तिताप्रसङ्गात्, यदि स्वरूपसम्बन्धस्य भेदस्तर्हि तस्यापि स्वरूपिषु वृत्तितायां सम्बन्धान्तर-प्रसङ्गेनानवस्थापातादिति यत्किञ्चिदेतत् ॥
ચક્ષનું લક્ષણ કહે છે ભાવાર્થ – “રૂપગ્રાહક ઇન્દ્રિયચક્ષુ, અપ્રાપ્યપ્રકાશકારી છે. રૂપ, ચેત-લાલ-પીળો-લીલો અને કાળો એમ પાંચ પ્રકારનું છે.”
વિવેચન – અહીં લક્ષ્ય, ઇન્દ્રિયવ્યવહારને ભજનાર નિવૃત્તિ-ઉપકરણ-લબ્ધિ-ઉપયોગ રૂપી ઇન્દ્રિય સમજવાની છે, કેમ કે-નિવૃત્તિ આદિ ચારમાંથી કોઈ એકના વિનાશ થવા છતાંય રૂપગ્રહણનો અસંભવ છે.
લક્ષણ – રૂપવિષયક જ્ઞાન સાધનત્વ હોય છતે ઇન્દ્રિયત્વ, એ ચક્ષુ ઇન્દ્રિયનું લક્ષણ છે.
પદકૃત્ય – આત્મા આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ઇન્દ્રિયત્વ'નું ગ્રહણ છે. રસન આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “રૂપવિષયક જ્ઞાનસાધન– સતિ' એમ કહેલું છે. અહીં આ સમજવાનું છે કે-એક જ વસ્તુમાં અવસ્થાના ભેદથી રૂપ આદિ અર્થસ્વરૂપપણું છે. આંખથી રૂપ આદિ અર્થસ્વરૂપપણું છે. આંખથી જે દ્રવ્ય જ (મોદક દ્રવ્ય જ) દેખાયું, તે જ જીભવડે ચખાય છે, ઘાણવડે સુંઘાય છે, સ્પર્શનવડે સ્પર્શાય છે, તે જ અત્યંત કઠિન થયેલું ખવાતું અવાજ કરે છે. તે દ્રવ્યના કોઈ એક ભાગમાં રૂપ, કોઈ એક ભાગમાં રસ અને કોઈ એક ભાગમાં ગંધ આદિ રહેલા નથી. તેથી તે જ એક પુદ્ગલદ્રવ્ય ચક્ષુની વિષયતાને પામેલું, શ્વેત આદિ આકારે વિષયપણાએ પરિણતિને પામતું “રૂપ' તરીકેના વ્યવહારને યોગ્ય બને છે. રસન ઇન્દ્રિયના ગ્રહણ વિષયતાને પામેલું, તીખા વગેરે પરિણામને ભજનારું તે જ પુદ્ગલ દ્રવ્ય “રસ' તરીકેના વ્યવહારને પામે છે. આ પ્રમાણે બીજી ઇન્દ્રિયોને પ્રાપ્ત પુદ્ગલદ્રવ્યમાં તે તે અર્થ-વિષયવ્યવહાર જાણવો. દેખાય છે કેજેમ એક જ પુરુષ, પિતા-બહેન-ભાઈ આદિ અનેક પુરુષોની અપેક્ષાએ તે તે પ્રકારે વ્યવહારને યોગ્ય બને છે અને પુરુષભેદની પ્રતિપત્તિવાળા બને છે, તેમ અનેક ગ્રહણની અપેક્ષાએ એક-અભિન્ન તે જ પુગલદ્રવ્ય ભેદને પામે છે. તેથી તે દ્રવ્ય, ઇન્દ્રિયો અનેક હોઈ અનેક આકારરૂપ આદિ ભેદને પામે છે. સ્વનિમિત્તથી એક આકારવાળું છે, કેમ કે દ્રવ્યનું જે પોતાનું અંતરંગ લક્ષણ છે તેનાથી વિશિષ્ટ છે. તે આ ચક્ષુ ઇન્દ્રિય, ઉત્કૃષ્ટતાથી આત્માંગુલથી માપેલ કાંઈ અધિક એક લાખ જોજનમાં રહેલ પ્રકાશનીય રૂપને ગ્રહણ કરે છે. જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગપ્રમિત પ્રદેશ સ્વરૂપને ગ્રહણ કરે છે.
શંકા – ચક્ષુ ઇન્દ્રિય, વિષયભૂત પદાર્થોને સ્પર્શ કરીને જ્ઞાન પેદા કરે છે કે, નહિ સ્પર્શ કરીને?
સમાધાન – ‘અપ્રાપ્યપ્રકાશકારિ ઇતિ વિષયના દેશને કે પોતાના દેશમાં વિષયને સ્પર્શ કર્યા વગરસંયોગ કર્યા વગર વસ્તુનો-વિષયનો પ્રકાશ-જ્ઞાન કરે છે. અર્થાત્ ચક્ષુ ઇન્દ્રિય અપ્રાપ્યપ્રકાશકારિ છે. યોગ્ય દેશમાં વ્યવસ્થિત જ રૂપને શરીરદેશમાં રહેલી ચક્ષુ ઇન્દ્રિય ગ્રહણ કરે છે.