________________
દેવયશશ્રેણીની કથા.
(૫) રાજ મુદ્રિકા જેઈ હતી? ધનદેવ છે, તે વખતે એટલે કયારે? આવું સંબંધ વિનાનું તું શું બેલે છે ? એમ ઉલટું બોલી તેણે પિતાને અભિપ્રાય જણાવ્યું. ત્યારે દેવયશ બોલ્યા, જ્યારે તું મહારી પાછળ ઉદ્યાનમાં દર્શન માટે આવતા હતા. ત્યારે મહેં પણ તે મુદ્રિકા જેઈ હતી. માટે જે હેં લીધી હેય તે વેળાસર રાજાને આપી દે. નહીં તો પછી બહુ મુશ્કેલી થઈ પડશે. તેમજ આ હાર વંશને ચારને અસહ્ય અપવાદ લાગશે. ધનદેવ બોલ્યા, હેમિત્ર! હું જાણું છું કે હારા સંગથી સારૂં ફલ નથી જ મળવાનું. ઠીક, ઉપરથી ચોરીનું કલંક પણ તું મને આપે છે. ત્યારા જેવા સજજન તે કઈ ના જોયા. તારા સહવાસથી હવે સયું, એમ કહી પિતાના મનમાં આનંદ માનતે ધનદેવ પિતાને ઘેર ગયે. રાજાના પ્રતીહારને એકાંતમાં લાવી ધનદેવે કહ્યું કે ખાસ
કાર્યને લીધે રાજાને મહારે એકાંતમાં કંઈક ધનદેવનું કાવતરું કહેવાનું છે, માટે રાજાને મેળાપ તું મહને
કરાવ. ત્યારબાદ પ્રતીહાર તેને રાજા પાસે લઈ ગયો. ધનદેવ નમસ્કાર કરી બોલ્યા, હે નરદેવ ! આપની મુદ્રિકા દેવયશે લીધેલી છે અને તે વાત નકકી છે; વળી તેણે ધર્મના કપટથી લેકેને લુંટી લીધા છે, છતાં પણ હજુ તેઓ સમજતા નથી. વળી હે રાજન ! જે દિવસે આપની વીંટી પડી ગઈ હતી તે દિવસે દેવયશ જૈનમંદિરમાં જતા હતા, ત્યારે હું પણ તેની પાછળ ગયા હતા અને મહારા દેખતાં તેણે ગુપ્ત રીતે નીચે નમી જમીન ઉપરથી તે લઈ લીધી. તે જોઈ હુને સંશય આવવાથી તેણે તે વીંટી સંતાડી દીધી. અને તે મુદ્રિકા તેણે પોતાના શયનગૃહમાં પેટીની અંદર મૂકેલી છે. આપનું કાર્ય જાણીને જ આ વાત કરી છે. નહીંતે પિતાનું પેટ કેણ ચારે? કારણકે તે મારો ભાઈ થાય છે. ત્યાબાદ રાજાએ જાણ્યું કે આ વાત સત્ય છે. કારણકે