________________
૩૮
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે, કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. આખા લોકમાં કાર્મળ વર્ગણારૂપ પુગલો ભર્યા છે. જ્યારે જીવ કષાય કરે ત્યારે તે કષાયનું નિમિત્ત પામીને કાર્પણ વર્ગહા પોતે કર્મરૂપે પરિણમે છે અને જીવની સાથે સંબંધ પામે છે તેને બંધ કહેવામાં આવે છે. જીવ અને પુદ્ગલના એકક્ષેત્રાવગાહરૂપ સંબંધને બંધ કહ્યો છે. બંધ થવાથી જીવ અને કર્મ એક વસ્તુ થઈ જતી નથી. તેમજ તે બન્ને ભેગા થઈને કોઈ કાર્ય કરતાં નથી એટલે જીવ અને કર્મ બન્ને ભેગા થઈને આત્મામાં વિકાર કરતાં નથી. જ્યારે જીવ વિકાર કરે ત્યારે જૂના કર્મોના વિપાકને ‘ઉદય” કહેવામાં આવે છે અને જો જીવ વિકારી અવસ્થા ન કરે તો તેને મોહકર્મની નિર્જરા” થઈ એમ કહેવામાં આવે છે. પરલક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ, જીવ જ્યારે પરલક્ષે પોતાની અવસ્થામાં વિકાર ભાવ કરે ત્યારે તે ભાવ અનુસાર નવા કર્મો બંધાય છે. આટલો જીવ - પુલનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આ બંધ છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી માત્ર એક સમયની અવસ્થા પૂરતો છે. ૫-૬) સંવર - નિર્જરા તત્ત્વ: આગ્નવોને અનુક્રમપૂર્વક રોકવા તે સંવર છે. સમ્યગ્દર્શન, દેશવ્રત, મહાવત, કષાયજય અને યોગનો અભાવ એ સર્વ સંવરના નામ છે.
કાય-મન-વચન એ ત્રણ ગુપ્તિ, ઇર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ તથા પ્રતિષ્ઠાપના એ પ ચ સમિતિ, ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ ધર્મ, અનિત્ય આદિબાર અનુપ્રેક્ષા, બાવીસ પરિસહજય તથા સામાયિકાદિ ઉત્કૃષ્ટ પાંચ પ્રકારના ચારિત્ર એટલા વિશેષપણે સંવરના કારણો છે. આસવનો વિરોધી સંવર છે. શુદ્ધોપયોગ એ સંવર છે.
કર્મ ઉદય આવીને ખરી જાય તે નિર્જરા છે. આ બે પ્રકારે છે. (૧) સ્વકાળ પ્રાપ્ત (૨) તપ વડે થાય છે. સ્વકાળ નિર્જરા ચાર ગતિના જીવોને નિરંતર થયા કરે છે. કર્મ સ્થિતિ પૂરી થતાં ઉદય પામી રસ(ડળ) આપી ખરી જાય તેને તો સવિપાક નિર્જરા કહીએ છીએ. જે તપ વડે કર્મો અપૂર્ણ સ્થિતિએ પરિક્વ થઈ ખરી જાય તેને અવિપાક નિર્જરા કહીએ છીએ અને તે વ્રતધારીને થાય છે.
સંવર તે ધર્મ છે. સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી સંવરની શરૂઆત થાય છે. ૭) મોક્ષ તત્વ મોક્ષ સંવર-નિર્જરાપૂર્વક થાય છે. નિર્જરાની પૂર્ણતા થતાં જીવ પરમ સમાધાનરૂપ નિર્વાણપદમાં બીરાજે છે; તે દશાને મોક્ષ કહેવાય છે. કેવળજ્ઞાન તે ભાવમોક્ષ છે અને તે ભાવમોક્ષના બળે દ્રવ્યમોક્ષ (સિદ્ધ દશા) થાય છે.
જીવ દ્રવ્ય એક પૂર્ણ અખંડ હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થતાં સંપૂર્ણ સર્વજ્ઞતા પ્રગટે છે. ક્ત જ્યારે સંપૂર્ણ વીતરાગ થાય ત્યારે કર્મ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એવો હોય છે કે મોહકર્મ જીવના પ્રદેશ સંયોગરૂપે રહે જ નહિ. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે. જીવની સંપૂર્ણ વિકારથી મુક્તદશા તે મોક્ષ છે. સમસ્ત કર્મોનો અત્યંત નાશ થાય તે મોક્ષ છે. આ રીતે સાત તત્ત્વોનું સ્વરૂપ સમજવા જેવું છે.