________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેમાં જે તે સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન આપવામાં આવેલું છે. જેની અંદર સંકુચિત દષ્ટિ છે. તેથી આ સંકુચિત દષ્ટિથી લખાયેલા ઉપનિષદને ઉપનિષદ એવું નામ આપવું કે નહીં તે પણ એક વિચારણીય પ્રશ્ન છે.
આડિયાર ગ્રંથાલય મદ્રાસમાંથી અનેક ભાગોમાં ૧૭૯ ઉપનિષદ પ્રકાશિત થયા છે. આ ગ્રંથાવલી લાહોરથી ૧૧ ઉપનિષદ પ્રકાશિત થયા છે. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈથી પ્રકાશિત ઉપનિષત્ વાક્ય મહાકોશ"માં રર૩પનિષદનાં વાક્યો આપેલ છે. એટલું જ નહૈિં "કનકસ્તુતિ" અને દેવ્યપનિષદને છોડીને બાકીના રર૧ ગ્રંથોના વાક્યાંશો પણ આપવામાં આવેલ છે, આનંદાશ્રમ બિલખાથી "શ્રીઉપનિષદો" એ નામ નીચે ૧૬૮ ઉપનિષદ્ પ્રકાશિત થયેલાં છે. જેમાં મુખ્ય ૧ર ઉપનિષદ મૂળ સહિત ભાષાંતર અને ટીકાસ્વરૂપે તેમજ અન્ય ઉપનિષદ સારરૂપે આપવામાં આવેલ છે.
ડૉ. બેલવેલકરે પૂનાથીવાષ્કલ્ય, બગલ્ય, આય અને શૌનક ઉપનિષદો અનુવાદ સાથે પ્રકાશિત કર્યા છે. જર્મન વિદ્વાન ડોયસને ૬૦ ઉપનિષદો પ્રકાશિત કર્યા છે. શ્રી નારાયણ સ્વામી અને ડયુમન અંગ્રેજી અનુવાદો સાથે ૩૦, ૩૦ ઉપનિષદોનું પ્રકાશન કર્યું છે. શ્રી રામશમાં આચાર્યેજ્ઞાનખંડ, સાધનાખંડ અને બ્રહ્મવિદ્યાખંડ એમ ત્રણ વિભાગમાં ૧૦૮ ઉપનિષદો હિન્દી અનુવાદ સાથે પ્રકાશિત કર્યા છે.
મૂળ ઉપનિષદ કેટલાં છે તે બાબતે યોગ્ય માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ વેદાંતનાં મુખ્ય ભાષ્યકારોમાં શંકરાચાર્ય, વાચસ્પતિ મિશ્ર(આઠમી, નવમી શતાબ્દી) રામાનુજાચાર્ય(૧૨ મી શતાબ્દી) સુધી ઉપનિષદની સંખ્યા લગભગ-૩ી હતી, જે વેદશાખાઓનાં નામથી પ્રસિદ્ધ હતી. પ્રસિદ્ધ ટીકાકાર શંકરાનંદ અને નારાયણનાં સમયમાં (૧૨-૧૪ મી શતાબ્દી) સુધી આ સંખ્યા લગભગ બે ગણી થઈ ગઈ. શ્રી શંકરાનંદે 'આત્મપુરાણ ગ્રંથ લખતી વખતે ૨૪ મુખ્ય ઉપનિષદમાંથી ઉતારી આપ્યા છે. ત્રણ વેદનાં ઉપનિષ સિવાય અથર્વવેદનાં બાવનઉપનિષદ્ પણ સંકલિત થયા. આ ધાર્મિક પ્રતિસ્પધાં અથવા સૈિદ્ધાંતિક પ્રતિષ્ઠાનો સંઘર્ષમય સમય હતો અને તેથી શાક્ત-શિવ-વૈષ્ણવ વગેરે મુખ્ય સંપ્રદાય છે. તેઓએ તેમનાં સંપ્રદાયોના વિચારોને અનુરૂપ ઉપનિષદની સંખ્યામાં કલ્પનાતીત વધારો કર્યો. પરંતુ ઉપનિષદની સંખ્યામાં જેમ જેમ વધારો થતો ગયો તેમ તેમ ગંભીરતા અને ગૂઢતા જતી રહી.***
મુક્તિકો. ઋગ્વદનાં દશ, શુકલ યજુર્વેદના ૧૯, કૃષ્ણ યજુર્વેદના ૩ર, સામવેદના ૧૬ તેમજ અથર્વવેદના ૩૧ ઉપનિષદ ગણાવે છે. “ઋગ્વદના (૧) ઐતરેય, (૨) કોષીતકિ બ્રાહ્મણ (૩) નાદબિન્દુ, (૪)આત્મ પ્રબોધ, (૫) નિવણ, (૬) મુગલ, (૭) અક્ષમાલિકા, (૮) ત્રિપુરા, (૯) સૌભાગ્ય લક્ષ્મી, (૧૦) બહવૃચ, આદશ ઉપનિષદ ટ્વેદના છે. જ્યારે શુકલયજુર્વેદનાં ૧૯ ઉપનિષદમાં (૧) ઈશાવાસ્ય,
*
૧૨
For Private And Personal Use Only