________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકરનાં ભાષ્ય તેમજ વિજ્ઞાનભિક્ષુની ઉપનિષદાલોક' નામની બૃહ ટીકા છે. નારાયણ, પ્રકાશાત્મા, રામતીર્થ એ પણ પ્રામાણિક ગ્રંથો રચેલા છે. એ ઉપરાંત આ ઉપનિષદ ઉપર સાયણાચાર્ય, રામાનુજાચાર્ય અને વરદરાજાચાર્યએ પણ ભાષ્ય રચેલ છે. શ્રીકૃસિંહાચાર્ય, બાલકૃષ્ણદાસ અને રંગરામાનુજ શાંકરભાષ્યનાં પ્રસિદ્ધ ટીકાકારો છે.
સામવેદન ઉપનિષદમાં છાં.અને કેન, મુખ્ય છે. જેનોને ડૉ.વારનલે તંજોરમાંથી શોધી, સંપાદિત કરી પ્રસિદ્ધ કર્યું છે. આ બન્ને ઉપર શ્રીમદ્ શંકરાચાર્યનું ભાષ્ય અને આનંદતીર્થ, જ્ઞાનાનંદ, નિત્યાનંદાશ્રમ, . બાલકૃષ્ણાનંદ ભગવદ્ભાવક, શંકરાનંદ, સાયણાચાર્ય, સુદર્શનાચાર્ય, હરિભાનુ શુકલ, વેદેશ, વ્યાસતીર્થ, દામોદરાચાર્ય, મૂસુરાનંદ, મુકુંદ તથા નારાયણ વગેરે વિદ્વાનોની ટીકાઓ તથા વૃત્તિઓ છે."
દારા શિકોહે મોગલ રાજ્યનાં સમયમાં ઈ. સ. ૧૬૩૭માં ઉપનિષદોનો "સિરે–એ–અફબર" નામે અનુવાદ કરાવ્યો. આ અનુવાદની પ્રતિ શુજાઉદ્ઘલાના દરબારમાં નિયુક્ત ફ્રેંચ રાજદૂત એમ. જેન્ટિલે જિન્દાવસ્થાની શોધ કરનાર ફેંચ વિદ્વાન એકિવટિલયૂપની પાસે મોકલી; તેને એક અન્ય પ્રતિ પણ પ્રાપ્ત થઈ. આ બન્ને હસ્તપ્રતોને આધારે ઈ. સ. ૧૮૦૧માં તેમણે લેટિન અને ફ્રેંચમાં અનુવાદ કર્યો. તેમાંથી લેટિન અનુવાદ ૧૮૦૧–રમાં પ્રકાશિત થયો, તે અત્યંત દૂહ હતા, પરંતુ જર્મન દાર્શનિક શોપન હારે તેને સરળ બનાવ્યો.
ત્યારબાદ ઈ. સ. ૧૮૭૪માં શ્રીમાન શેઅરે, ઈ. સ. ૧૮૭૯-૮૪માં મૈક્સમૂલરે અંગ્રેજીમાં અનુવાદ પ્રકટ કર્યા. જર્મન ભાષામાં ૧૮ટરમાં એફ મિશલે, ૧૮૮માં ઓ. બોટલિંકે અનુવાદ પ્રફટ ફર્યો.
આધુનિક યુગમાં ભારતીય ભાષ્યકારોમાં પૂજય રામશર્મા આચાર્ય, પૂ. પાંડુરંગદાદ, પૂ. આચાર્યશ્રી નથુરામ શર્મા વગેરે છે.
પૉલ ડૉયસને ઉપનિષદ પર લખેલ વ્યાખ્યા તથા ડૉ. બેલવેલકર તેમજ ડૉ. રાનડે રચિત બ્રાહ્મણો, આરણ્યક તેમજ ઉપનિષદની વ્યાખ્યાઓ ઐતિહાસિક દષ્ટિકોણથી લખાયેલી છે. ગફ નામના વિદ્યાને "ઉપનિષા દર્શન પર લખ્યું છે જેમાં શંકરાચાર્યની અદ્વૈત દષ્ટિ અપનાવેલ છે. ડૉ. રાધાકૃષ્ણન તથા ડો. રાનડે દ્વારા રચાયેલ ઉપનિષદ્ દર્શન પરના ગ્રંથોમાં તુલનાત્મક દૃષ્ટિકોણ અપનાવાયેલો છે; તેમનો હતુ એમ બતાવવાનો રહ્યો છે કે, ઔપનિષદ્ દર્શન એ સમકાલીન દર્શનની તુલનાએ શાશ્વત દર્શન છે.
ખ્રિસ્તી વિદ્વાનોએ ઉપનિષદનો ઊંડો અભ્યાસ કર્યો અને ધાર્મિક દષ્ટિકોણથી તેમણે એમ બતાવવા પ્રયત્ન કર્યો કે ઉપનિષદનો ધર્મ આધુનિક યુગ માટે અપર્યાપ્ત છે. તેમણે ઉપનિષદમાં વ્યક્ત થતું તત્ત્વજ્ઞાન
- ૧૦
For Private And Personal Use Only