________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાભારતમાં સર્વત્ર આરુણિ ઉદ્દાલક એક જ છે, તેનો પુત્ર શ્વેતકેતુ છે. આ આરુણિ ઉદ્દાલંક કૈકય અશ્વપતિની પાસે વૈશ્વાનર વિદ્યા પ્રાપ્તિ માટે જાય છે. પોતાના પુત્રને પ્રવચન દ્વારા "તું તે જ છો." નું જ્ઞાન આપે છે.
આ પ્રમાણે યાજ્ઞવલ્કય, નચિકેતા, આરુણિ, શૌનક વગેરે પરંપરાને આધારે ર000 વર્ષ પહેલાના સમય માને છે. મુંડક-કઠ વગેરેનો ૧૪૦૦૦–૧૫૦૦૦ વર્ષ પહેલાંના સમય ગણે છે.
ઉપનિષદને રચનાક્રમ-કાલક્રમ પ્રમાણે ગોઠવવા માટે વિદ્વાનો અનેક પદ્ધિતઓનો ઉપયોગ કરે છે. તેમાં પહેલી કસોટી, ભાષા શૈલી, શબ્દો અને વ્યાકરણને લગતાં રૂપો વગેરેની ખાસિયતોની છે. પરંતુ આને અંતિમ કસોટી ન ગણી શકાય. કારણ કે જુના ઉપનિષદ પદ્યની પ્રવાહી શૈલીમાં રચવામાં આવ્યાં હોય અને પછીનાં ઉપનિષદ જૂની બ્રાહ્મણગ્રંથોની શૈલીમાં રચવામાં આવ્યાં હોય તેમ બની શકે; અને એ પ્રમાણે બનેલું છે, જે ઉપનિષદના અધ્યયનથી જોઈ શકાય છે.
બીજી કસોટી છે, કે કોઈ એક જ વિગત કે વિષયનું જુદાં જુદાં ઉપનિષદમાં આવતું વિવરણ. જેમ કે ઇક્રિયામાં તકરાર" એ વાર્તા છા, બૃહ, ઐતરેય, કષીતકિ અને પ્રશ્ન ઉપનિષદમાં આવે છે. એ વાર્તાની વિગતોના વિસ્તાર ઉપરથી એ ઉપનિષદને પહેલાંનું, પછીનું એવા કમમાં જરૂર ગોઠવી શકાય. પરંતુ આ કસોટીને પણ અંતિમ ન કહી શકાય.
- ત્રીજી પરંતુ સહેજ મુશ્કેલ કસોટી એ છે કે, કોઈ એક વિચારનો થતો જતો વિકાસ જેમ કે, બે આત્માઓ અર્થાત જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના સંબંધ વિષેનો મુદ્દો ઉઠ, શ્વેતાશ્વેતર અને મુંડક એ ત્રણમાં આવે છે. મુંડકમાં એકને કર્મફળ ભોગવતો અને બીજાને માત્ર દષ્ટા, જયારે શ્વેતાશ્વતરમાં લાલ, સફેદ, અને કાળી એવા ત્રણ રંગોવાળી અજન્મા પ્રકૃત્તિનો ઉમેરો કરી, જીવાત્માને એકલાને તેનું સેવન કરતો વર્ણવ્યો છે અને બીજાને તેનો ત્યાગ કરતો વર્ણવ્યો છે. આમ એક જ વિચારની બાબતમાં જે વિશેષ તથા પછીના સમયમાં પ્રાધાન્ય પામેલી વિગતોની દષ્ટિએ વિકાસ થયેલો માલુમ પડે, તે ઉપરથી તે ઉપનિષદનો ક્રમ ગોઠવી શકાય. પરંતુ આ બાબતમાં મૂળભૂત વિચાર કયો ગણવો, એ નક્કી કરવામાં વાસ્તવિક તથ્ય કરતાં વૈયક્તિક વલણ વધુ કામ કરે છે.
ચોથી પરંતુ વધુ વિશ્વાસપાત્ર કસોટી એ છે કે પોતાના સિદ્ધાંત માટે અન્ય ઉપનિષદનાં અવતરણ તેને આધારે આગળ-પાછળનો ક્રમ નિશ્ચિત કરી શકાય.
પાંચમી પદ્ધતિ છે. ઉપમાઓ, દાંતો વિવરણો વગેરે ઉપરથી કયું ઉપનિષદ પ્રાચીન છે અને કયું પછી છે તે નક્કી કરી શકાય. જેમ કે જૂના ઉપનિષદમાં બ્રાહ્મણ ગ્રંથોમાં પ્રચલિત વિચિત્ર ઉપમાઓ
For Private And Personal Use Only