________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www. kobatirth.org
અને નિરુક્ત પદ્ધતિનાં વિવરણો હોય છે. અન્ય પદ્ધતિ એ પણ છે કે ગ્રંથો સિદ્ધાંતો દશા, નદીઓ, પર્વતા, લોકો, નગર, સામાજિક રીત રિવાજો વગેરેનાં ઉલ્લેખ ઉપરથી પણ કેટલાક ઉપનિષદને જૂના કે નવા કહી શકાય.
મુખ્ય તેર ઉપનિષદને ઉપરોકત કસોટી પ્રમાણે કાલક્રમમાં ગોઠવીએ તો નીચે પ્રમાણે પાંચવિભાગ પાડી શકાય,
(૧) બૃહ. અને છાં. (૨) ઈશ અને કઠ (૩) ઐતરેય, તૈત્તિરીય, કૌપીકિ (૪) કઠ, મુંડક, શ્વેતાશ્વેતર (૫) પ્રશ્ર, મંત્રી, માંડૂક્ય.
જે તે વિભાગમાં નામો પણ ક્રમ પ્રમાણે છે. ઉપનિષદ્રના માધ્યકારોઃ
પૂજય આદ્ય શંકરાચાર્યની પહેલાં ઉપનિષદ પરનાં ભાષ્યો જેમાંથી હાલ ઘણાં ઉપલબ્ધ નથી. દા.ત. ભતું પ્રપંચ, બ્રહ્મનન્દી, દ્રવિડાચાર્ય વગેરેનાં ભાષ્યો. આ ભાષ્યો સાંખ્યવાદી, ભેદભેદવાદી તથા અભેદવાદી હતા એમ મનાય છે.
ઉપનિષદનાં ભાષ્યકારોમાં સર્વશ્રેષ્ઠ ભાષ્યકાર આદ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય છે. તૈત્તિ, ઉપનિષદનું તેમનું ભાષ્ય સર્વોત્તમ છે. તે શાં. ભાષ્યના ટીકાકારો, આનંદતીર્થ અને રંગ રામાનુજ છે. તત્ત. ઉપર સાયણાચાર્ય અને આનંદતીર્થનું પણ ભાષ્ય છે. આ આનંદ-ભાષ્યનાં ટીકાકારો આપણાચાર્ય, જ્ઞાનામૃત, વ્યાસતીર્થ અને શ્રીનિવાસાચાર્ય વગેરે મુખ્ય છે. તૈ7. ઉપનિષદનાં વૃત્તિકારોમાં કૃષ્ણાનંદ, ગોવિંદરાજ, દામોદરાચાર્ય, નારાયણ, બાલકૃપણ, ભાસ્કર ભટ્ટ, રાધવેન્દ્ર, પતિ, વિજ્ઞાનભિસુ અને શકરાનંદના નામ ઉલ્લેખનીય છે. ત. આરણ્યકનો દસમો પ્રપાઠક યાજ્ઞિકી અથવા નારાયણપનિષા નામથી પ્રસિદ્ધ છે. આ ઉપનિષદ દ્વારા પૂ. પાંડુરંગદાદાએ વૃક્ષોને પાણી સિંચનની પ્રેરણા આપેલ છે. ઉપનિષદ ઉપર શંકરાનંદ અને સાયણાચાર્યે ભાષ્ય લખેલ છે અને તેના ઉપર વિજ્ઞાનાત્માએ "વંદ- શિરોભૂષણ" નામની સ્વતંત્ર વ્યાખ્યા અને અંક વૃત્તિ લખી છે.
યજુર્વેદનાં ઉપનિષદમાં શ્વેતાશ્વતર અને મૈત્રાનું નામ મુખ્ય છે. આ બન્ને ઉપર પૂજય આચાર્ય
For Private And Personal Use Only