Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 40 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર, શીલ પ્રભાવ . . . .. અવળી ગતિ છે દેવની, રખે પતિ કેય, . . આરંભ્યા યુંહી રહે, અવર અચિંત્યા હોય, . “હા માતા ! હા પિતા! હા ભાઈ! તમે કયાં છે? અરે સૂર્ય પણ જેનું વદન જેવાને સમર્થ ન હતો તે અત્યારે વનવગડામાં હિંસક પશુના ખોરાક માટે જીવી રહી છે. હા! દેવ ! તને ધિક્કાર થાઓ ! અરે ! આ મારાં ક્યાં પાપ ઉદય આવ્યાં? હા ! પ્રિયતમ ! તમે આ વગર વિચાર્યું શું કરું? મને નિરપરાધીને આમ જંગલમાં પશુના ખેરાક માટે છોડી દીધી એ શું તમે સારું કર્યું ! અરે જરીક તો તપાસ કરવી હતી ?, લગાર તો વિચાર કરી હતી, મારી નિર્દોષતા જ્યારે સાબીત થશે ત્યારે તમને કેટલે પશ્ચાત્તાપ થશેએકલી અટુલી પડેલી રાજરાણું કલાવતીના હાથ એ ચંઢાલણું એ છેદી નાખ્યા પછી તે દુ:ખની મારી બેભાન થઈ ગઈ. વિધાતાએ એ રીતે ભવાંતરનું કરજ ભરપાઈ કર્યું છતાં એનું સર્વ નાશ કરવાને તે તૈયાર નહોતો, મૃત્યુ પણ એનું જીવિતવ્ય હરવામાં અત્યારે તો આળસુ બની ગયું હતું. જેથી પૃથ્વીમાતાના ખોળે પડેલી કલાવતી વનના સંદમંદ વાયુથી કરીને પાછી ભાનમાં આવી, ને વિલાપ કરવા લાગી. વનમાં ભયભીત મૃગલીની માફક ચારે તરફ પોતાની વિશાળ અને તેજવાળી આંખો ફેરવતી હતી. આકાશમાં ઉદય પામેલાં તારલાએનાં જુથ ચંદ્રના પ્રકાશમાં ડુબી જવાથી આછાં નજરે પડતાં હતાં, કવચિત વનચર જીની ભયંકર ગર્જનાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust