________________
આત્મા પૂર્ણ છે અને જગતને પૂર્ણરૂપે જુએ છે. સુખમાં રહેલ આત્મા જગતને સુખી તરીકે જુએ છે.
જે અપૂર્ણ છે તેને બધું અપૂર્ણ જ દેખાય છે... કમળો થયો હોય એને બધું જ પીળું દેખાય, ખરું ને..?
અધુરું દર્શન રાગ-દ્વેષ કરે છે. અપૂર્ણ દર્શન કલેશ કરે છે.
પૂર્ણ દર્શન સુખી કરે છે. ક્રોધનું કારણ અપૂર્ણ દૃષ્ટિ છે. કષાયને આધીન બનેલી વ્યક્તિની અપૂર્ણ દૃષ્ટિ છે. અધુરામાંથી પૂરા થવા માટે શું કરવું?
રાગ-દ્વેષ ઓછા કરવાની પ્રવૃત્તિ કરે, પૂર્ણ દષ્ટિનો વિકાસ કરે પણ જયાં સુધી પૂર્ણ દૃષ્ટિ ન આવે ત્યાં સુધી ગુણદૃષ્ટિ કેળવવાની જરૂર છે.
કારેલા ખાઓ છો? હા...
કડવા હોવા છતાં પૈસા ખરચીને પ્રેમથી ખાઓ છો... પ્રસન્નતાથી ખાઓ છો. કારણ? ગુણકારી છે માટે... સુદર્શન ચૂર્ણની કડવાશ હોંશથી સ્વીકારી લો છો. કારણ? ગુણકારી છે માટે!
પદાર્થ ગમે તેવો હોય છતાં ગુણકારી છે એવું સમજાતા એનો સ્વીકાર કરીએ છીએ.
ક્રોધ ખરાબ છે, પણ વ્યક્તિ ખરાબ નથી. વ્યક્તિ અભિમાની હોવા છતાં પણ ખૂબ જ પરોપકારી છે. ટૂંકમાં “ગુણદષ્ટિ અવગુણને ગૌણ કરે છે.'
શ્રીકૃષ્ણ મહારાજા નેમિનાથ પ્રભુને ઠાઠમાઠથી વંદન કરવા જતા હતા. જે વ્યક્તિ પાસે જાઓ, જે પ્રસંગમાં જાઓ તેને યોગ્ય બની જવું જોઈએ.
ધાર્મિક પગરણમાં કરાતા આડંબર અનેક જીવોને ચઢવાના આલંબન છે. આપણને ન સમજાય તો કોઈ અનુષ્ઠાનની નિંદા - ટીકા ન કરાય.
શ્રીકૃષ્ણ મહારાજા રાજાને શોભે એવા વિશાળ પરિવાર સાથે વંદનાર્થે જઈ રહ્યા છે. રસ્તામાં આગળ જતા વંદનયાત્રા ફરી ગઈ. હાથી પર બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજે વંદનયાત્રા પાછી ફરવાનું કારણ પૂછ્યું.
આગળ દુર્ગધયુક્ત કૂતરી પડેલી છે. એમાંથી અસહ્ય દુર્ગધ આવતી હોવાથી વંદનયાત્રા હવે બીજે રસ્તેથી લઈ જઈશું. શ્રીકૃષ્ણના આગ્રહથી એ જ રસ્તે યાત્રા આગળ વધી. પ્રજાજનો, મંત્રી, રાજપુરુષો બધા જ નાક