________________
ધર્મરાગ ઉત્પન્ન થતાં સંસારક્રિયાઓ શરમભરી (હય) લાગે છે. આમ, ચરમાવર્તકાળ શુક્લપક્ષ છે અને અચરમાવર્તકાળ કૃષ્ણપક્ષ છે. શુક્લપક્ષ - કૃષ્ણપક્ષની આ વ્યાખ્યા દશાશ્રુતસ્કંધની ચૂર્ણિના આધારે કરી છે. ‘સ્થાનાંગ સૂત્ર વગેરેના આધારે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ શુક્લ પાક્ષિક અને તે પહેલાનો બધો કાળ કૃષ્ણપાક્ષિક છે. આ કથન પ્રમાણે શુક્લ પક્ષ - કૃષ્ણપક્ષની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાય. તે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં જે કાળ બાધક બને તે કૃષ્ણપક્ષ અને જે કાળ બાધક ન બને તે શુક્લ પક્ષ. સંસાર પરિભ્રમણ કાળ દેશોન અર્ધ પુગલ પરાવર્ત જેટલો બાકી રહે ત્યારે જ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે. દેશોન અર્ધ પુગલ પરાવર્ત પહેલાં સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન જ થાય. આમ, દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તથી પહેલાંનો કાળ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં બાધક બનતો હોવાથી કૃષ્ણપક્ષ છે અને દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ તેમાં બાધક ન બનતો હોવાથી શુક્લપક્ષ છે.
જેમ દૂધમાં પડતી સાકર ખલાસ નથી થઈ જતી પણ વ્યાપક બને છે,
તેમ સર્વમાં સ્વનું વિસર્જન કરનારો ખલાસ નથી થતો પણ વ્યાપક બને છે.
जो जो किरियावाई सो भव्यो णियमा सुक्कपक्खिओ । अंतो पुग्गलपरिअट्टस्सु सिज्झइ । જે જે ક્રિયાવાદી (આત્મવાદી) છે તે ભવ્ય છે, અને અવશ્ય શુક્લપાક્ષિક છે, તે એક પુદ્ગલ પરાવર્તની અંદર સિદ્ધ થાય છે. (દશા શ્રુતસ્કંધ છ8ા અધ્યાયની ચૂર્ણિ). સ્થાનાંગ પહેલા સ્થાનની ટીકા તથા યો.બિ.ગા. ૭૨ વગેરેના આધારે. जेसिमवड्ढो पुग्गलपरिअट्टो सेसओ अ संसारो । ते सुक्कपक्खिआ खलु अवरे पुण कण्हपक्खिआ ।
(થાના )