Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રસ્તાવના
અનિન્દ્રિયાધિપત્ય પક્ષ છે. આ પક્ષમાં વિજ્ઞાનવાદ, શૂન્યવાદ અને શાંકર વેદાન્તનો સમાવેશ છે. આ પક્ષ અનુસા૨ યથાર્થ જ્ઞાનનો સંભવ વિશુદ્ધ ચિત્ત દ્વારા જ મનાયો છે. આ પક્ષ ઈન્દ્રિયોની સત્યજ્ઞાનજનન શક્તિનો સર્વથા ઈન્કાર કરે છે અને કહે છે કે ઈન્દ્રિયો વાસ્તવિક જ્ઞાન કરાવવામાં પંગુ જ નહિ પરંતુ ધોકાબાજ પણ અવશ્ય છે. તેના મન્તવ્યનો નિષ્કર્ષ એટલો જ છે કે ચિત્તથી, ખાસ કરીને ધ્યાનશુદ્ધ સાત્ત્વિક ચિત્તથી, બાધિત યા તેની સાથે સંવાદ પામી ન શકનારું કોઈ જ્ઞાન પ્રમાણ હોઈ જ શકતું નથી, ભલે ને લોકવ્યવહારમાં તે પ્રમાણરૂપ મનાતું હોય.
-
(૩) ઉભયાધિપત્ય પક્ષ – ઉભયાધિપત્ય પક્ષ તે છે જે ચાર્વાકની જેમ ઈન્દ્રિયોને જ બધું માનીને ઈન્દ્રિયનિરપેક્ષ મનનું અસામર્થ્ય નથી સ્વીકારતો અને વેદાન્ત આદિની જેમ ઈન્દ્રિયોને પંગુ યા ધોકાબાજ માનીને કેવળ અનિન્દ્રિય યા ચિત્તનું જ સામર્થ્ય નથી સ્વીકારતો. આ પક્ષ માને છે કે ભલે ને મનની મદદથી હોય પરંતુ ઈન્દ્રિયો ગુણસંપન્ન બની શકે છે, વાસ્તવિક જ્ઞાન પેદા કરી શકે છે. તેવી જ રીતે આ પક્ષ માને છે કે ઈન્દ્રિયોની મદદ જ્યાં નથી ત્યાં પણ અનિન્દ્રિય યથાર્થ જ્ઞાન કરાવી શકે છે. આ કારણે આ પક્ષને ઉભયાધિપત્ય પક્ષ કહેવામાં આવે છે. આ પક્ષમાં સાંખ્ય-યોગ, ન્યાયવૈશેષિક, મીમાંસક, વગેરે દર્શનોનો સમાવેશ છે. સાંખ્ય-યોગ ઈન્દ્રિયોના સાદ્ગુણ્યને માનીને પણ અન્તઃકરણની સ્વતન્ત્ર યથાર્થશક્તિ માને છે. ન્યાય-વૈશેષિક વગેરે પણ મનની તેવી જ શક્તિ માને છે પરંતુ ફરક એટલો છે કે સાંખ્ય-યોગ આત્માનું સ્વતન્ત્ર પ્રમાણસામર્થ્ય નથી માનતા કારણ કે સાંખ્ય-યોગ પ્રમાણસામર્થ્ય બુદ્ધિમાં જ માનીને પુરુષ યા ચેતનને નિરતિશય માને છે; જ્યારે ન્યાય-વૈશેષિક વગેરે ભલેને ઈશ્વરના આત્માનું જ માનતા હોય પરંતુ આત્માનું સ્વતન્ત્ર પ્રમાણસામર્થ્ય માને છે, અર્થાત્ તેઓ શરી૨-મનનો અભાવ હોવા છતાં પણ ઈશ્વરમાં જ્ઞાનશક્તિ માને છે. વૈભાષિક અને સૌત્રાન્તિક પણ આ પક્ષ અન્તર્ગત છે કારણ કે તેઓ પણ ઈન્દ્રિય અને મન બન્નેનું પ્રમાણસામર્થ્ય માને છે.
(૪) આગમાધિપત્ય પક્ષ – આગમાધિપત્ય પક્ષ તે છે જે કોઈ ને કોઈ વિષયમાં આગમ સિવાય કોઈ ઈન્દ્રિયનું કે અનિન્દ્રિયનું પ્રમાણસામર્થ્ય નથી સ્વીકારતો. આ પક્ષ કેવળ પૂર્વ મીમાંસકનો જ છે. જો કે તે અન્ય વિષયોમાં તો સાંખ્ય-યોગ વગેરેની જેમ ઉભયાધિપત્ય પક્ષને જ અનુસરે છે તેમ છતાં ધર્મ અને અધર્મ એ બે વિષયોમાં તે માત્ર આગમનું જ સામર્થ્ય માને છે. જો કે વેદાન્ત અનુસાર બ્રહ્મના વિષયમાં આગમનું જ પ્રાધાન્ય છે તેમ છતાં તે આગમાધિપત્ય પક્ષમાં એટલા માટે સમાવેશ નથી પામતું કેમ કે બ્રહ્મના વિષયમાં ધ્યાનશુદ્ધ અન્તઃકરણનું સામર્થ્ય તેને માન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
"
www.jainelibrary.org