Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
કરવાની ઇચ્છા હોય તે, આ શિક્ષાને લાભ લેવાની જેમની ઈચ્છા છે તે બધાં આ શિક્ષાના અધિકારી છે, એમ કહેવાને અભિપ્રાય છે.
હવે આ અધ્યયનને સંબંધ શું છે તે જોઈએ. સંબંધ બે પ્રકાર હોય છે. એક ઉપાય પાય સંબંધ અને બીજે ગુરુશિષ્ય સંબંધ. ગુરુશિષ્યના સંબંધમાં આ અધ્યયન કોણે કહ્યું છે અને કોણે સાંભળ્યું છે એ જોવાનું હોય છે. ધર્મોપદેશક ગુરુ કેવા હેય એ માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે
आयगुत्ते सया दन्ते छिन्नसोये अणासवे । ते धम्म सुद्धमक्खंति पडिपुण्णं महेसियं ॥
અર્થાતધર્મના ઉપદેશક તે જ છે કે, જે આત્માનું દમન કરતા હોય અને ગપતા હેય. જેઓ ઈન્દ્રિયોને સંયમની ઢાલમાં કાચબાની માફક છુપાવી રાખતા હોય, અર્થાત, ઈન્દ્રિયોનું દમન કરતા હોય તેઓ જ ધર્મના ઉપદેશક છે.
ઇન્દ્રિયોનું દમન કરવું એટલે કાંઈ ઇન્દ્રિયને નાશ કરે એમ નથી પણ જે પ્રમાણે ઘડાને જેમ તેમ ઇચ્છા પ્રમાણે દોડવા ન દેતાં તેને લગામ દ્વારા કાબુમાં રાખવામાં આવે છે તે જ પ્રમાણે ઇન્દ્રિયોને વિષયોની તરફ જવા ન દેવી એ જ ઈન્દ્રિઓનું દમન છે. આ પ્રમાણે ધર્મોપદેશક આત્મસંયમી, ગુતેન્દ્રિય અને હિંસા, ચોરી, અસત્ય, મૈથુન અને પરિગ્રહ આદિથી નિવૃત્ત હોય છે; ટૂંકામાં તે બધી સ્ત્રીઓને માતા બહેન સમાન ગણે છે, ધર્મોપકરણ સિવાય કોઈ પ્રકારને પરિગ્રહ રાખતા નથી. આ પ્રમાણે કંચન-કામિનીને ત્યાગ કરી જે આશ્રવરહિત થાય છે તેવા ધર્મોપદેશક જ અનુપમ ધર્મને શુદ્ધ અને પ્રતિપૂર્ણ રીતે કહી શકે છે.
મેં હિન્દુ ધર્મ વિષે ગાંધીજીને એક લેખ જોયો હતો. ગાંધીજીએ તે વખતે જૈન શાસ્ત્રો જોયાં હતાં કે નહિ એ હું કહી શકતો નથી, પણ જે વાત સત્ય હોય છે તે શાસ્ત્રમાંથી પણ નીકળી જ આવે છે. એ લેખમાં તેમણે લખ્યું હતું કે, “હિન્દુ ધર્મને ઉપદેશ કોણ આપી શકે ? જે કોઈ પંડિત કે શંકરાચાર્યું હોય તે જ હિન્દુ ધર્મને ઉપદેશ આપી શકે એમ ન હોવું જોઈએ, પણ જેઓ પૂર્ણ અહિંસાવાદી, સત્યવાદી, બ્રહ્મચારી અને નિષ્પરિગ્રહી હોય તે જ હિંદુ ધર્મને ઉપદેશ આપવાને અધિકારી હોઈ શકે. ' ગાંધીજીએ
એ લેખમાં શું શબ્દો લખ્યા હતા એ મને યાદ નથી પણ એ લેખને ભાવાર્થ તે આ જ હતો. આ લેખનો સંબંધ ભગવાનના કથનની સાથે કેટલે બધે મળતો છે તે જુઓ !
સ્થવિર કે ગણધરોએ આ ધર્મ કહે છે એ ગુરુ-શિષ્ય સંબંધ છે; પણ ઉપાયોપેય સંબંધ શું છે તે વિષે પહેલાં વિચાર કરીએ. રોગને દૂર કરવો એ ઉપય છે અને દવા કરવી એ ઉપાય છે. આ પ્રમાણે આ અધ્યયનમાં ઉપાયોપેય સંબંધ શું છે ? મોક્ષ પ્રાપ્ત કરો એ તે ઉપય છે અને આ અધ્યયનઠારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ ઉપાય છે. આ અધ્યયનને ઉપાયોપેય સંબંધ એ પ્રમાણે છે.
સંસારમાં ઉપાય મેળવવો જ મુશ્કેલ છે. જ્યારે ઉપાય હાથમાં આવી જાય છે ત્યારે રોગ પણ જતો રહે છે. ડૉકટર આવે અને રોગનાશક દવા આપે તે રોગ પણ ચાલ્યો