Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
વિચારાના ઉપદેશ અને પ્રભાવ આછે થઈ રહ્યા છે. ગંદાં કપડાં ઉપર રંગ ચડતા નથી. રંગ ચડાવવા માટે તે મેલાં કપડાંને સાફ કરવાં જ પડે છે. તે જ પ્રમાણે જ્યાંસુધી હૃદય ઉપર વસ્ત્ર મેલું હેાય છે ત્યાંસુધી ધર્મોપદેશને રંગ તેની ઉપર ચડે નહિ એ સ્વાભાવિક છે. પણ મને વિશ્વાસ છે કે, તમારાં બધાંય કપડાં મેલાં નથી અર્થાત્ તમારું હૃદય તદ્દન મલિન નથી. જો બિલકુલ મલિન જ હાય - તે! તમે કેં। અત્રે ઉપદેશ સાંભળવા આવે જ શા માટે? તમે અત્રે આવ્યા છે! એ ઉપરથી એમ જણાય છે કે, તમારું હૃદય તદ્દન મલિન નથી. પણ જ્યાંસુધી હૃદયમાં થાડીઘણી મલિનતા હોય છે ત્યાંસુધી ધા રંગ બરાબર ચડતા નથી એ વાત નક્કી છે
શાસ્ત્રકારાનું એવું કથન છે કે, ધર્મીસ્થાનકે જતાં પહેલાં ઘરમાંથી નીકળતાં ‘નિસ્સહી’ કરવું, પછી ધર્મસ્થાનકે પહેાંચતાં ‘નિસ્સહી’ કરવું અને ગુરુની પાસે જતાં ‘નિસ્સહી’ કરવું; આ પ્રમાણે ત્રણવાર ‘નિસ્સહી’ શા માટે કરવામાં આવે છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, ઘેરથી નીકળતાં ‘નિસ્સહી' કરવાને ઉદ્દેશ સાંસારિક બધાં કામેાના નિષેધ કરી ધર્મસ્થાનકે જવાને છે; કારણ કે જે સાંસારિક કામેાને છેાડીને ધ સ્થાનકે જાય છે તે જ ધર્મોપદેશને પૂરેપૂરા લાભ લઈ શકે છે અને જે સાંસારિક પ્રપંચાને સાથે લઈ ધર્મસ્થાનકે જાય છે તે ત્યાં પણ પ્રપંચ જ કરશે, તેા પછી ધર્મના લાભ શું લેશે ? ઘેરથી નીકળતાં ‘ નિસ્સહી ’કરવાના આ ઉદ્દેશ છે. ધર્મસ્થાનકે પહોંચ્યા બાદ * નિસ્સહી ’કરવાના આશય એ છે કે, ઘેરથી તેા ગાડી ધાડા આદિ દ્વારા નીકળે છે પણ ધર્મસ્થાનકે તા ગાડી-ઘેાડા ચાલી શકતા નથી, ત્યાં તે તેમને લઈ જઈ શકાતા નથી, એટલા માટે ધર્મસ્થાનકે પહેાંચ્યા બાદ ગાડી-ઘેાડાના નિષેધ કરવા માટે “નિસ્સહી’’ કહેવામાં આવે છે.
ધસ્થાનકમાં કેવી રીતે પ્રવેશ કરવા જોઈએ એ વિષે શાસ્ત્રમાં એવું વર્ણન મળે છે કે, ભગવાન કે કોઈ મહાત્માના દર્શન કરવા કાઈ જાય છે ત્યારે તેઓ પાંચ અભિગમન કરી પ્રવેશ કરે છે. સચેત દ્રવ્યને ત્યાગ કરવા એ પહેલું અભિગમન છે. સાધુની પાસે પાન-કુલ વગેરે સચેત દ્રવ્ય લઈ જઈ શકાય નહિ એટલા માટે એને ત્યાગ કરી ભગવાન કે સાધુના દર્શને જવું તે પહેલું અભિગમન છે. અસ્ત્ર-શસ્ત્રાદિ જેવાં અનુચિત અચેત દ્રવ્યને સાધુની પાસે લઈ ન જવાં અને વસ્ત્રોના સંકાચ કરવા એ ખીજાં અભિગમન છે. વસ્ત્રને સંકોચ કરવા એટલે નગ્ન રહેવું એમ નહિ, પણ જે લાંબા વસ્ત્રાના સંઘટ્ટનથી કાઈની આશાતના થતી હાય, તેના સંકોચ કરવા. સાધુની પાસે જતાં ઉત્તરાસન ધારણ કરવું એ ત્રીજી અભિગમન છે. સાધુની દૃષ્ટિ પડે તે પ્રમાણે બે હાથ જોડવાં એ ચેથ્રુ અભિગમન છે અને મનને એકાગ્ર કરવું એ પાંચમું અભિગમન છે.
ધસ્થાનકમાં સાધુની પાસે જઈ ફરી ‘નિસ્સહી' કહેવાના આશય એ છે કે, “હું
'
93
બધાં સાંસારિક પ્રપંચાના નિષેધ કરૂં છું. આ પ્રમાણે મનને એકાગ્ર કરી અને સાંસારિક પ્રપંચેાને છેાડી, ધર્મોપદેશ સાંભળવામાં આવે તે લાભદાયક નીવડે છે; પણ જે ધ સ્થાનકે જઈ ચારેય પ્રકારના અભિગમન વગેરે કરવામાં આવે અને મનને એકાગ્ર કરવામાં ન આવે તો કશે। આત્મલાભ થતા નથી. માટે જો ધર્મસિદ્ધાન્તને
જાણવાની