Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
| [ અષાડ
આ ત્રણ શબ્દોમાં ચંપાનું સંક્ષેપમાં પૂરું વર્ણન આવી જાય છે. નગરમાં ત્રણ વસ્તુઓ હેવી જરૂરી છે. પહેલાં ઋદ્ધિ. હાટ, મહેલ, મન્દિર, બાગ વગેરે જલ અને સ્થલની જ્યાં સુંદર વ્યવસ્થા હોય તે નગરની ઋદ્ધિ છે. અદ્ધિ હોય પણ તેની સાથે જે સમૃદ્ધિ ન હોય તે નગરની શોભા વધતી નથી; પણ ચંપાનગરીના લોકો ધનધાન્યથી સમૃદ્ધ હતા. ધનની સાથે ધાન્યની પણ આવશ્યક્તા રહે છે, કારણ કે જે ધન હોય અને ધાન્ય ન હોય તે “સેનાને ચકચકાટ અને અન્નને કલકલાટ”ની કહેવત જેવું થઈ જાય. એટલા માટે જીવનને ટકાવવા માટે ધાન્યની પણ આવશ્યક્તા રહે છે. ધન અને ધાન્યની સમૃદ્ધિમાં જીવનને ટકાવવાની બધી આવશ્યક વસ્તુનો સમાવેશ થઈ જાય છે. જીવનની આવશ્યક વસ્તુઓ માટે ચંપાને પરદેશનું મુખ તાકવું પડતું ન હતું. કારણ કે, પ્રાચીન સમયમાં ભારતનાં પ્રત્યેક ગામમાં જીવનોપયોગી દરેક વસ્તુઓ તૈયાર કરી લેવામાં આવતી અને એ દષ્ટિએ ભારતના દરેક ગામો ત્યારે સ્વતંત્ર હતાં. દરેક ગામમાં અન્નની પેદાશ તે થતી જ, પણ પહેરવાને માટે વસ્ત્ર પણ દરેક ગામમાં તૈયાર કરી લેવામાં આવતાં. આ પ્રમાણે દરેક ગામે સ્વતંત્ર હતાં તે પછી નગર સ્વતંત્ર હોય એમાં કહેવું જ શું?
ચંપાનગરીમાં ઋદ્ધિ અને સમૃદ્ધિ અને હતાં. ઋદ્ધિ અને સમૃદ્ધિ હોવા છતાં પણ જો સ્વચક્રી-સ્વતંત્ર રાજા ન હોય તે નગરનિવાસીઓને કષ્ટ પહોંચે છે; પણ ચંપામાં એવું કષ્ટ પણ ન હતું કારણ કે, ચંપાનગરીની વ્યવસ્થા જ એવા પ્રકારની હતી કે, તેના પ્રજાજનોને સ્વચક્રી કે પરચમી રાજા કેઈ લૂંટી શકે એમ ન હતું. એટલા માટે ચંપાનગરીને ઢિશ્મિએ” એવું વિશેષણ આપવામાં આવ્યું છે. જ્યારે પિતે નિર્બળ હોય છે ત્યારે જ બીજા લેકે પિતાનું જોર અજમાવે છે, જે સબળ હોય છે તેમની ઉપર કોઈ જોર અજમાવતું નથી. તે કહે છે કે, દેવી બકરાનું બલિદાન માગે છે, પણ દેવી બકરાનું જ બલિદાન કેમ માગે છે, સિંહનું બલિદાન કેમ નથી માગતી ? બકરો નિર્બળ છે અને સિંહ સબળ છે, એટલે જ એવું બને છે.
કહેવાનો આશય એ છે કે, ચંપાનગરી ઋદ્ધિસમૃદ્ધિથી સમૃદ્ધ હતી અને તેની વ્યવસ્થા પણ એટલી બધી સુંદર હતી કે, પ્રજાજનોને રાજા તરફથી કોઈ પ્રકારનું કષ્ટ ન હતું. કોઈ કહે કે, ત્યાગીઓને આ પ્રકારે નગરનું વર્ણન કરવાની શી જરૂર છે? પણ ફળ બતાવવામાં આવે અને વૃક્ષનું મૂળ બતાવવામાં ન આવે તે કાંઈ ઠીક કહેવાય ! જ્યારે ફળ બતાવવામાં આવે છે ત્યારે વૃક્ષનું મૂળ પણ બતાવવું જોઈએ. એટલા માટે શીલની સાથે ચંપાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન સાંભળીને તમે પણ સાચા નાગરિક બને અને શીલ પાળો તે કલ્યાણ છે.