________________
સત્ર.
૨૬
જપ-રહસ્ય ભગવાનના કેઈ પણ નામને શ્રદ્ધાપૂર્વક જપ કરવાથી. શારીરિક રોગો દૂર થાય છે. વળી બજરંગબલિનો મંત્રજપ કરવાથી શરીર સુદઢ બને છે અને લક્ષમીને મંત્રજપ કરવાથી શરીરની કાંતિ વધે છે. લક્ષ્મી એ માત્ર. ધનની દેવી નથી, સૌન્દર્યની દેવી પણ છે. તાત્પર્ય કે શરીર સ્વસ્થ અને સુદઢ રાખવામાં જપસાધન ઉપગી છે.
માનસિક રોગોનું નિવારણ ભગવાનના નામજપથી. અથવા ચંદ્ર કે બૃહસ્પતિને જપ કરવાથી થાય છે.
વચનની શક્તિ સરસ્વતીના મંત્રજાપથી ખેલે છે. અને શી કાવ્યો રચવા જેટલી શક્તિ સાંપડે છે. કવિ. કાલિદાસ પૂર્વાવસ્થામાં એક મૂર્ખ માણસ હતા અને પિતે. વૃક્ષની જે ડાળી પર બેઠો હતો, તેને જ કુહાડાથી કાપતે હતે. પરંતુ તેને સદ્ગુરુ મળ્યા, તેમણે સારસ્વત મંત્ર આપે અને તેના જપપ્રભાવથી તે મહાકવિ બ. ભારતના સંસ્કૃત કવિઓમાં તેનું સ્થાન અગ્રગણ્ય છે. - વિક્રમની નવમી સદીમાં વિદ્યમાન શ્રી બપ્પભટ્ટી સૂરિ નામના જૈનાચાર્યે પણ સારસ્વત મંત્રનો જપ કરીને અદ્ભુત કવિત્વશક્તિ તથા અદશ્ય વસ્તુ જાણવાની સિદ્ધિ, મેળવી હતી. તેઓ કેનેજના આમરાજાની સભાના એક ને હતા.
.
એક વખત રાજાએ પોતાની સ્ત્રીને ખેદ પામતી. જોઈ સભામાં સમશ્યા પૂછી કે