________________
No
જપ-રહસ્ય. આત્મસાક્ષાત્કારનું કાર્ય તે ઘણું જ અઘરું છે, છતાં તે પણ અભ્યાસ વડે સિદ્ધ થઈ શકે છે. "
કોઇને ત્યાગ, અભિમાનનો ત્યાગ, અતિ લોભને ત્યાગ તથા વાદવિવાદ કે ઝઘડાથી દૂર રહેવાની વૃત્તિ પણ. મનને સ્થિર કરવામાં મદદ કરે છે અને આહાર-વિહાર પર કાબૂ પણ મનને સ્થિર કરવામાં સહાય કરે છે, તેથી. તેના પર લક્ષ્ય રાખવું.
જેનું મન જરા પણ સ્થિર નથી, એટલે કે અહીં– તહીં ભમ્યા જ કરે છે, તે મંત્રજપ કરવાને ચગ્ય નથી. તે અંગે શાસ્ત્રોમાં ગોમતી ડેશીનું દૃષ્ટાંત દેવાયેલું છે.
ગમતી ડેશીનું દૃષ્ટાંત - શ્રીપુર નગરમાં વસુ નામે એક શેઠ હતું. તેને ગમતી. નામે સ્ત્રી હતી અને ધનપાલ નામે પુત્ર હતું. હવે વખત. જતાં વસુ શેઠ મરણ પામ્યો અને વડીલ તરીકેનો સર્વ ભાર ગમતી ડોશી પર આવ્યા. એ વખતે તેણે ધીરજ અને કુનેહથી કામ લેવાને બદલે ખૂબ જ કડવી વાણીને. ઉપયોગ કરવા માંડે, તેથી ઘરમાં જ કંકાસ થવા લાગે. આથી ધનપાલે કહ્યું કે “માજી! હવે તમારે ધર્મ કરવાના દિવસે છે, માટે બધી ફીકર-ચિંતા છોડીને ધર્મકથા શ્રવણ કરે. આવતી કાલથી આપણે ત્યાં એક વિદ્વાન શાસ્ત્રી દ્વારા ધર્મકથા વંચાય તે હું પ્રબંધ કરીશ.” અને નપાલે તે પ્રમાણે પ્રબંધ કર્યો.
,