________________
ર૭૮
જપ-રહસ્ય છીએ, તેને નિર્દેશ આ ગ્રંથના આઠમા પ્રકરણમાં કરી. ગયા છીએ. ત્યાં અમે જણાવ્યું છે કે “આપણા શરીરમાં શ્વાસોચ્છુવાસની ક્રિયા નિરંતર ચાલી રહી છે. તેમાં શ્વાસ લેતી વખતે તો અને સૂતી વખતે શું એ શબ્દ પ્રકટ થાય છે. મનુષ્ય એક રાત્રિ-દિવસમાં ૨૧૬૦૦ વાર શ્વાસે
હ્રવાસની ક્રિયા કરે છે. એટલે આ સોહં શબ્દ પણ તેટલી. જ વાર પ્રકટ થાય છે. તે પણ એક પ્રકારનો જપ છે. પણ આપણ ખાસ પ્રયત્ન વિના થાય છે, એટલે અજપા જપ તરીકે ઓળખાય છે.”
આ અજપા જપનો લાભ આપણે કેવી રીતે લઈ શકીએ અને તેનું શું પરિણામ આવે? તેની અહીં ખાસ વિચારણા કરવાની છે.
આપણા ઘરમાં ધનનો ભંડાર છૂપાયેલું હોય, પણ આપણે પ્રયત્ન કરીને તેને બહાર ન કાઢીએ તે તેનાથી
લાભ થાય ? અજપા જપનું પણ એમ જ સમજવાનું છે. જે તે અંગે પ્રયત્નશીલ થઈએ તે જ તેને લાભ મળી શકે છે. આ લાભ જેવો તેવો નથી, અર્થાત્ ઘણો મહાન છે અને તે આપણને છેવટે પરમાત્મપદ પર પ્રતિઠિત કરે છે.
જે મનન કરવા ગ્ય હોય, તે મંત્ર કહેવાય. અથવા જેના મનનથી ત્રાણ સાંપડે તે મંત્ર કહેવાય. આ રીતે. અજપા જેપમાં પ્રકટ થતે સો શબ્દ મંત્રરૂપ છે. તેને