________________
ઉપક્રમ
૩os , આવડતે એ બંધ ખેડવામાં કેવાં જોખમે રહેલાં છે, તે અમે જાણતા હતા. હા, એટલું ખરું કે નાનપણમાં એક કુશળ વૈદ્યના પુત્ર સાથે વગડામાં જઈને કેટલીક વનસ્પતિઓ ઓળખેલી અને તેને વૈદકમાં કે ઉપયોગ થાય છે, તે જાણેલું. વળી આર્યભિષકુ ગ્રંથ આખે રસપૂર્વક વાંચી ગયેલા. પરંતુ એ કંઈ વૈદકના ધંધા માટેની ગ્યતા ગણાય નહિ. હવે બનાવ શું બન્યો ? તે જુઓ. - આ ઘટનાના બીજા જ દિવસે વૈદકનો ધંધો કરનાર એક મહાશય અમારું નામ પૂછતાં અમારી પાસે આવ્યા અને કેટલીક ઔપચારિક વાતે બાદ કહેવા લાગ્યા કે હવે મારે વિચાર મુંબઈમાં સ્થિર થવાનું છે. પરંતુ આ શહેરમાં મારી ખાસ ઓળખાણ નથી. જો તમે આ બાબતમાં રસ ત્ય અને સારા સારા ગ્રાહકે લાવી આપે તે મારું પણું કામ થાય અને તમારું પણ કામ થાય.” જ તેમની વાતચીત પરથી એટલી તો ખાતરી થઈ કે તે વેદકને સારે અનુભવ ધરાવે છે અને દર્દીઓને જરૂર ફાયદો થશે. એટલે અમે તેમની માગણને સ્વીકાર કર્યો અને ભાગીદારીમાં કામ શરૂ કર્યું.
આ ઘટના દૈવી સંકેતના અનુસંધાનમાં બની હતી, એટલે અમે તેમાં વિશેષ રસ લીધે અને તેમના સહવાસનથી તથા વૈદકના ખાસ ખાસ ગ્રંથે વાંચીને તૈયાર થયા અને અમારે પ્રિય વિષય માનસિક સુધારણાનો હોઈ માનસવેદ્ય તરીકે કામ કરવા લાગ્યા. અહીં એટલી સ્પષ્ટતા