________________
૩૩૦
ધ્યાન-રહસ્ય તેને પ્રયોગ કરવો જોઈએ, તેથી તેમની બીમારીઓ સુધરી જવા ઘણો સંભવ છે.
એક શ્રીમંત અજીર્ણના રોગથી પીડતા હતા. અનાજ તેમને બિલકુલ પચતું નહિ, એટલે મોટા ભાગે સંબીને રસ તથા છાશ વાપરતા. અમે તેમને સુચન કર્યું કે તમે બધી દવાઓ છોડી દે અને રોજ સવાર-સાંજ સ્થાન ધરે. તેમાં નીચેની ભાવનાનું વારંવાર ચિંતન કરે ?
सर्वे वै सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभाग भवेत् ॥
“આ જગતના સર્વે જ સુખી થાઓ. આ જગતના સર્વે જી રેગરહિત થાઓ. આ જગતના સર્વે જીવે કલ્યાણની પ્રાપ્તિ કરે અને કઈ પણ દુઃખી ન થાઓ.”
એ શ્રીમંતે અમારાં વચન પર વિશ્વાસ રાખી આ. પ્રગ કર્યો અને તેમની તબિયત સુધરી ગઈ. જે આપણે આ જગતમાં આરોગ્યનાં આંદોલને ફેલાવીએ તે એ આંદેલનો આપણને પણ અસર કરે છે અને આપણે રેગમુકત અનીએ છીએ.
વગર પૈસાને આ સરલ અને સુંદર ઉપાય છે, તેને અજમાવવામાં આળસ કરવી નહિ.
ધ્યાનથી ઈશ્વરની નિકટ પહેંચી શકાય છે અને ઉચ્ચ કોટિના મહાત્માઓનો સંપર્ક પણ સાધી શકાય છે. આ જગતમાં એવા પણ કેટલાક મહાત્માઓ છે કે જેઓ