________________
પ્રશ્નોત્તરી
: કપ ઉત્તર- તે નામસ્મરણની તરફેણમાં છે. કુરાને શરીફમાં ને કહ્યું છે કે “અલ્લાહનાં અતિ સુંદર નામેં અનેક છે. તેમાંથી - કેઈપણ નામે તેને પોકારે. ઈસ્લામને માનનારા ભગવાનનું નામસ્મરણ કરવા તખી એટલે માળાનો ઉપયોગ કરે છે
પ્રશ્ન- આ સંબંધમાં શીખ ધર્મનું મંતવ્ય જણાવશે? ' ઉત્તર– શીખ ધર્મની જડ જ જપ પર રચાયેલી છે.
તેના મુખ્ય ધર્મગ્રંથને જપ કહેવામાં આવે છે. તેના પ્રારંભમાં જ લખ્યું છે કે “તે એક છે, તે છે, તેનું નામ સત્ય છે. તે જગતનો કર્તા છે, જેને કેટલાક લેકે પુરુષત સમજે છે, તે પણ તે જ છે. તે નિર્ભય છે, નિર્વેર છે. તેનું ફલ કલાતીત છે. તે અજન્મા છે, સ્વયંભૂ છે, તે જ ગુરુ છે. તેને પ્રસાદ ધન્ય કરે છે. તેને જપ કરે.'' . પ્રશ્ન- આપણા દેશમાં શક્તિની ઉપાસના વિવિધ સ્વરૂપે ચાલે છે, તેમાં જપને સ્થાન અપાયેલું છે ખરું?
ઉત્તર- હા. શકિતની ઉપાસના કરનારને સામાન્ય આ રીતે દેવીભક્ત કહેવાય છે અને દરેક દેવીભક્ત પોતાની
ઈષ્ટદેવીના મંત્રનો જપ કરતો હોય છે. નવરાત્રિ જેવા દિવસમાં એ જપ નવલાખ સુધી પહોંચે છે. તેઓ જપ વડે દેવીનો સાક્ષાત્કાર થવાનું માને છે. .
આ પ્રશ્ન- જંગલી જાતિઓ કે જેમાં કેઈધર્મ વ્યવસ્થિત રીતે પ્રચાર પામેલ નથી, અને જેઓ અનેક પ્રકારના વહેમમાં માને છે, તેમાં જપ જેવું કંઈ છે ખરું ? '
iા
મ-જન
મ
-
- -