________________
૩૮
ધ્યાન રહસ્ય
ત્કાર કે પરમાત્મદર્શનના ધ્યેયને પહેાંચવા માટે જ
પ્રયત્નશીલ રહેવું.
પ્રશ્ન-ધ્યાનના અભ્યાસ ન કરવામાં આવે તે કઈ નુકશાન ખરું?
ઉત્તર-ઘણું માટુ'. ચિત્ત મલિન હાય, અસ્વસ્થ હોય તે જીવનના સાચેા આનંદ માણી શકાતો નથી કે કોઈપણ ધાર્મિક–આધ્યાત્મિક ક્રિયા શુદ્ધ સ્વરૂપે થઈ શકતી નથી.આ શુ ઓછુ નુકશાન છે.?
પ્રશ્ન-ઈશ્વરની ભકિત કરીએ પણ તેનું ધ્યાન નં. ધરીએ તે ?
ઉત્તર–ભકિતની પૂર્ણતા ધ્યાનથી જ થાય છે. ધ્યાન વિના ભક્તિના રંગ જામતા નથૈ.
પ્રશ્ન- હું આત્મા છું, પરબ્રહ્મ છું' એવું જ્ઞાન થયા. પછી ધ્યાનાભ્યાસની જરૂર ખરી ?
ઉત્તર-‘હું આત્મા છું” ‘પરબ્રહ્મ છું” એવા માત્ર બુદ્ધિસ્પર્શી જ્ઞાનથી કલ્યાણ થતું નથી, તે જ્યારે આત્મસાત્ અને ત્યારે જ સાચેા લાભ થાય છે અને તે માટે ધ્યાનાભ્યાસની ખાસ જરૂર છે.