________________
-૩૬૪
દેવાન-રહસ્ય. ભાવનામાંથી પણ અમુક પ્રકારનું કંપન-અમુક પ્રકારનું - આંદોલન પ્રકટે છે અને તે વિવિધ પ્રકારની અસર ઉપજાવે છે.
પ્રશ્ન- પ્રાચીનકાળમાં વિજ્ઞાન ન હતું, છતાં તે વખતના પુરુષોને આ વસ્તુ શી રીતે સમજાઈ હશે?
ઉત્તર- પ્રાચીનકાલમાં જ્ઞાન પણ હતું અને વિજ્ઞાન પણ હતું. શાસ્ત્રોમાં વિજ્ઞાન શબ્દને પ્રગ થયેલ છે. જે જ્ઞાન વિ-વિશદ હોય, તે વિજ્ઞાન. આપણું પ્રાચીન પુરુષોએ આ પ્રકારનું વિજ્ઞાન મેળવ્યું હતું. આજે વિજ્ઞાન શબ્દને પ્રાગ માત્ર ભૌતિક વિજ્ઞાન પૂરતો સીમિત છે, જ્યારે એ વખતને વિજ્ઞાન શબ્દ ભૌતિક અને આધ્યાત્મિક બને વિજ્ઞાનને સૂચક હતે. એ મહાપુરૂષાએ પ્રકૃતિનાં રહસ્ય પણ, મેળવ્યાં હતાં અને પુરુષનાં (આત્માનાં રહસ્યો પણ મેળવ્યાં હતાં.
પ્રશ્ન-પ્રથમ જપનો અભ્યાસ કરીએ તે જ ધ્યાન ધરવાની ક્ષમતા આવે ?
ઉત્તર-હા. ઘણા મહાપુરુષને અનુભવ એમ કહે છે. પ્રશ્ન-તમારે અનુભવ શું કહે છે ? ઉત્તર–અમારે અનુભવ પણ એ જ કહે છે. પ્રશ્ન-જ૫ પછી તરત જ ધ્યાન શી રીતે ધરી શકાય?
ઉત્તર-જપ પછી ધ્યાન ધરી શકાય છે, પણ તેમાં સ્થિરતા તે જપને અમુક અભ્યાસ થયા પછી જ આવે છે.