________________
૩પ૬
દયાન-રહસ્ય, ઉત્તર– તેઓ અમુક અમુક પ્રસંગે અમુક શબ્દનું રટણ કરે છે અને તેનાથી અમુક કાર્યો થવાનું માને છે. એને એક દાખલે આ ગ્રંથના સાતમા પ્રકરણમાં અપાયેલ છે. આ પ્રશ્ન- ભગવાન પર શ્રદ્ધા ન હોય, છતાં તેનું નામ સ્મરણ કરીએ તે લાભ થાય ખરો ?
ઉત્તર-. શ્રદ્ધા વિના પણ ભગવાનનું નામસ્મરણ. કરનારને લાભ થયાના દાખલાઓ અનેક છે. તે માટે. અજામિલની વાત જાણવા જેવી છે.
અજામિલની વાત અજામિલ નામે બ્રાહ્મણનો એક પુત્ર હતું. તે ઘણે સટ્ટણી, કર્તવ્યપરાયણ, સત્યવક્તા, નમ્ર અને વેદ શાસ્ત્રાનુસાર ક્રિયાઓ કરનાર હતું. તે એક વખત પોતાના પિતાની આજ્ઞાથી વનપ્રદેશમાં ગયે અને ત્યાંથી ફળ, ફૂલ, ઈમ્પણ. તથા દર્ભ વગેરે એકઠાં કર્યા. તે લઈને ઘરે આવતાં તેણે. એક શદ્રને એક સ્ત્રી સાથે ભોગ ભેગવતાં જોયે. આ સ્ત્રી. ગુલામ હતી, પણ તે ઘણું રૂપવતી હતી. અજામિલને તેના તરફ મોહ ઉત્પન્ન થયે, એથી તેણે એ સ્ત્રીને મેળવવા. માટે પિતાની બધી મિલકત ખચી નાખી અને પોતાની પત્નીને પણ ત્યાગ કર્યો. આખરે તે સ્ત્રી પ્રાપ્ત થઈ અને તેની સાથે રહેવા લાગ્યા. કાલક્રમે તેને કેટલાક પુત્રે થયા. તેમાં છેલ્લા પુત્રનું નામ નારાયણ હતું. આ પુત્ર પર તેને ઘણે પ્રેમ હતો. . . . . . . . .
*