________________
[૫] ધ્યાન અંગે અમારો અનુભવ
સને ૧૯૩૪ની સાલમાં અમે અવધાનના પ્રયેગો શીખતા હતા, ત્યારે અમને ધ્યાનનું–મનની એકાગ્રતા (Concentration) નું ખરું મહત્વ સમજાયું, અમે તેમાં ઊંડી દિલચસ્પી દાખવી અને તેને અભ્યાસ શરૂ કરી દીધું.
જે આ વખતે સદ્ગુરુ સાંપડયા હોત, તે ધ્યાનાભ્યાસમાં અનેરી રોનક આવંત, પણ એ સંભાગ્ય અમને પ્રાપ્ત થયું ન હતું. અમે ધ્યાનસંબંધી જે કંઈ સાંભળ્યું હતું– વાંચ્યું હતું, તેને આ પ્રસંગે કામે લગાડયું. અંતરને ઉત્સાહ પ્રબલ હોય અને સતત પુરુષાર્થ કરવામાં આવે તે ગમે તેવાં કઠિન કાર્યો પણ સિદ્ધ થાય છે એ સૂત્રને રણકાર અમારા અંતરમાં–મનમાં ચાલુ હતું, એટલે અમે તે માટે ઉત્સાહપૂર્વક બનતે પુરુષાર્થ–પ્રયત્ન કરતા હતા. . . . .
. ' x આ વખતે અમારી વય ૨૯ વર્ષની હતી અને અમે અમદાવાદમાં રહીને ચિત્રકાર તરીકેને વ્યવસાય શરૂ કર્યો હતો.