________________
૩૪૨
યાન–હસ્ય.
તેના પર ચિંતન કરવાની ટેવ પાડે. આ ચિંતન દરમિયાન તેના સ્વરૂપ ઉપરાંત તેમાં જે પ્રશસ્ત અને અપ્રશસ્ત અંશો. હોય, તેને વિચાર કરે.
પ્રાગ ત્રીજો
આંગળીના વેઢા પર ૧૦૮ સુધીની સંખ્યા ગણે. જે. તેમાં વિક્ષેપ પડે તે ૧ થી શરૂ કરે. જ્યારે એક પણ વિક્ષેપ સિવાય ૧૦૮ ની સંખ્યા ગણી શકો ત્યારે આગળ વધી ૨૫ કે ૫૦૦ની સંખ્યા ગણે.
પ્રાગે થે
એક પુસ્તકનું પાનું ઉઘાડી તેના એક ફકરામાં કેટલા શબ્દો છે, તેની ગણના કરે. તે જ રીતે તેના અક્ષરોની પણ ગણના કરો. ત્યારબાદ તે ગણના સાચી હતી. કે કેમ ? તેની ચકાસણી કરે. એ વખતે પેનસીલના પેઈન્ટને ઉપગ કરી શકાય.
પ્રાગ પાંચમો
જમણા હાથની હથેળીમાં કેટલાક ચણું રાખો અને તેની ગણના કરે. આ ગણના સરલતાથી થાય તે મગ અને અડદના દાણું ગણે તે પણ સારી રીતે થાય તે બાજરીના દાણું રાખી તેની ગણના કરો. જેઓ લાંબું લખી– : વાંચી શકતા નથી, તેમણે આ પ્રાગ ખાસ કરવા જેવું છે.