________________
૩૫o
દયાન-રહસ્ય . (૨૧) ધ્યાનનો અભ્યાસ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ મનવૃત્તિઓ સ્થિર અને શાંત થવા લાગે છે અને તેને પ્રભાવ આપણા શરીર, પ્રાણ, મન તથા આત્મા , પર પડે છે.
(૨૨) ધ્યાનાભ્યાસ કરતાં અનેક પ્રકારની સિદ્ધિઓ સાંપડે છે, પણ સુજ્ઞજને તેમાં અટવાઈ ન પડતાં ધ્યાનસિદ્ધિને જ પિતાનું દય માની આગળ વધવું. . (૨૩) જે ધ્યાન ધરનાર છે, તે ધ્યાતા કહેવાય છે. જેનું ધ્યાન ધરવાનું છે, તે દયેય કહેવાય છે અને દયની ‘પ્રાપ્તિ માટે ધ્યાતા દ્વારા જે ક્રિયા થાય છે, તે ધ્યાન કહેવાય છે. શરૂઆતમાં હું ધ્યાતા છું, અમુક મારું ધ્યેય છે અને હું ધ્યાન કરી રહ્યો છું એ ભેદ અનુભવાય છે, પણ ધ્યાન જ્યારે ચરમ સીમાએ પહોંચે છે, ત્યારે આ ભેદ અદશ્ય થઈ જાય છે અને માત્ર દયેય જ પ્રકાશે છે. તેથી ચિત્તવૃત્તિઓ સમાહિત એટલે સંકલ્પ-વિકલ્પરહિત થઈ જાય છે અને તે જ સમાધિની સ્થિતિ છે. .
(૨૨) શારીરિક, માનસિક કે અન્ય કેઈવિદન ઉત્પન્ન થાય છતાં ધાનાભ્યાસ છેડે નહિ. જે ગમે તેવી વિપરીત સ્થિતિમાં પણ ધ્યાનાભ્યાસ ચાલુ રાખે છે, તે આખરે તેમાં સફળ થાય છે અને માનવજીવનને સાર્થક કરે છે. * ધ્યાન દ્વારા સહુ પિતાનું અભીષ્ટ પ્રાપ્ત કરે, એ જ મંગલ કામના.