________________
૩૪૮
ધ્યાન-રહસ્ય (૧૩) જે નિત્ય જપ કરવાનો નિયમ હોય તો જપ પહેલાં કરી લે અને ધ્યાનાભ્યાસ પછી કરે.
(૧૪) ધ્યાનાભ્યાસ માટે આસન પર બેઠા પછી પ્રથમ કિયા દીર્ઘ શ્વાસોચ્છુવાસની કરવી. તેમાં ઓછામાં ઓછા ૨૧ દીર્ઘ શ્વાસે છૂવાસ લેવા અને વધારે અનુકૂલતા મુજબ. એથી મનને સ્થિર કરવામાં મદદ મળે છે.
(૧૫) પ્રથમ સાલંબન ધ્યાન અને પછી નિરાલંબન ધ્યાન એ ધ્યાનાભ્યાસ ક્રમ છે. સાલંબન ધ્યાન એટલે આલંબનવાળું ધ્યાન અને નિરાલંબન ધ્યાન એટલે આલંબન વિનાનું ધ્યાન. આલંબન એટલે આધાર કે ટેકો. સાલંબન ધ્યાનમાં મૂર્તિ, છબી, યંત્ર આદિનું આલંબન લઈ શકાય છે અને લેખિત મંત્રાક્ષરોનું પણ આલંબન લઈ શકાય છે. આ વસ્તુઓ પર મનવૃત્તિને સ્થિર કરવી એ સાલંબન ધ્યાન છે. પ્રારંભમાં મનોવૃત્તિ સ્થિર થતી નથી, પણ અભ્યાસ વધતાં મનોવૃત્તિ સ્થિર થવા લાગે છે અને એ રીતે સાલંબન ધ્યાન સિદ્ધ થાય છે. . (૧૬) મૂર્તિ આદિનું આલંબન લીધા વિના માત્ર મનવૃત્તિથી ધ્યાન ધરવું, એ નિરાલંબન ધ્યાન છે. તેની સિદ્ધિ વિશેષ પ્રયત્ન થાય છે. - (૧૭) પણ મનવૃત્તિઓને શરીરના જુદા જુદા “ભાગ પર સ્થાપીને પણ ધ્યાનાભ્યાસ થઈ શકે છે. - શાસ્ત્રમાં શરીરનાં આવાં સોળ સ્થાન જણાવેલાં છે, પણ અભ્યાસની સરલતા માટે અમે (૧) નાભિ, (૨) હૃદય,