________________
ધ્યાનાયાસ
૩૪૯ (૩) કંઠપ્રદેશ, (૪) બે ભ્રમરની વચ્ચેનો ભાગ તથા (૫)
બ્રહ્મરંધ્ર એ પાંચ સ્થાનોની વિશેષ ભલામણ કરીએ છીએ. ' (૧૮) પ્રાણાયામ ધ્યાનાભ્યાસમાં સહાય કરે છે,
એટલે અનુભવી પાસેથી તેનું જ્ઞાન મેળવી લેવું હિતાવહ. છે. પ્રથમ ભૂતશુદ્ધિ, પછી પ્રાણાયામ, પછી જપ અને પછી ધ્યાન એ કેમ સુવિહિત છે. જો જપ ન કરવાને હોય તો પ્રાણાયામ પછી તરત જ ધ્યાન ધરવું જોઈએ. ' (૧૯) ધ્યાનાભ્યાસને એક પ્રાચીન ક્રમ એવો છે કે
ગ્ય સ્થાને, એગ્ય આસન પર આરૂઢ થયા પછી અમુક સમય સુધી ગુરુદત્ત મંત્રનો જપ કરવો, પછી અમુક સમય. સુધી તેની અર્થભાવના કરવી અને ત્યારબાદ શરીરનાં અંગે. કે અન્ય કઈ વસ્તુ પર ચિત્તવૃત્તિઓને સ્થિર કરી. આલંબન ધ્યાન સિદ્ધ કરવું. એ ધ્યાન સિદ્ધ થયા પછી.
તેના સ્થાને નિરાલંબન ધ્યાન ધરવું. . .' . (૨૦) ધ્યાનને ચિંતન અર્થ લક્ષ્યમાં લેતાં તેના
અભ્યાસ ક્રમ આ પ્રમાણે રાખ. . . (૧) દુઃખ કે પીડાના વિચાર કરવા નહિ. .
(૨) બીજાને દુખ ઉત્પન્ન થાય એવા દુષ્ટ વિચારે કરવા નહિ.
(૩) ધર્મનું ચિંતન કરવું અને વૈરાગ્ય-ત્યાગ વગેરેની ભાવના કેળવવી. '
(૪) શુદ્ધ આત્મતત્વનું ધ્યાન ધરવું. જ્યારે આ ધ્યાન નિર્વિકલ્પ એટલે કેઈ પણ જાતના સંકલ્પ–વિક૯૫. વિનાનું થાય ત્યારે ધ્યાનસિદ્ધિ થઈ સમજવી. . .