________________
* ૩ર૪
ધ્યાન-રહસ્ય
રમવું” નો અર્થ પણ એ જ છે કે જ્યારે જે કામ ચાલતું હોય, જે કાર્ય હાથ ધરેલું હોય, તેમાં મનને પૂરેપૂરું પરોવવું. એ વખતે બીજે વિચાર કરે નહિ. ભણતી વખતે. રમવાનો વિચાર કરવાથી અને રમતી વખતે ભણવાનો. વિચાર કરવાથી બંને કામ બગડે છે, તેમાંનું કોઈ કામ.
સુધરતું નથી.
' જેઓ ધ્યાનનો આ મહિમા–ધ્યાનનું યા મહત્ત્વ સમજ્યા. નથી, તેઓ વિક્ષિપ્ત મને–ચંચળ ચિત્ત કાર્ય કરે છે અને એક છોડી બીજું પકડે છે, બીજુ છોડી ત્રીજું પકડે છે. અને એ રીતે કામ કરતાં સઘળાં કામો નાશ પામે છે. તાત્પર્ય કે પ્રવૃત્તિમાં પણ ધ્યાનની ઘણી જરૂર રહે છે.
કઈ પણ પ્રવૃત્તિ શરૂ કર્યા પછી તે સીધેસીધી પાર ઉતરી જાય, એવું ભાગ્યે જ બને છે. તેમાં નહિ ધારેલાં. -નહિ કપેલાં વિદને આવી પડે છે. આ વખતે ચિત્તને સ્વસ્થ ન રાખ્યું અને પરિસ્થિતિ પર ઊંડાણથી ચિંતન ન કર્યું તો બાજી હાથથી જાય છે અને નુકશાન તથા. નામેશી બંને સાંપડે છે. હવે ચિત્તની સ્વસ્થતા અને ઊંડું ચિંતન એ બંને ધ્યાનમાં જ એક પ્રકારનાં સ્વરૂપ છે,
એટલે વિષ્ણજયમાં પણ ધ્યાનની અત્યંત આવશ્યકતા રહે છે. - વ્યવહારમાં ગુંચ પડી હોય, વ્યાપાર-ધંધાને મામલે બીચક્યો હોય કે યુદ્ધ વગેરે પ્રસંગમાં પરિસ્થિતિ અતિ વિકટ બની ગઈ હોય, ત્યારે ધ્યાન-ઊંડા ચિંતનને ખાસ