________________
૩૨૨
ધ્યાન-રહસ્ય સફલતા મેળવવા માટે જે સાધનને ઉપયોગ કરે પડે છે, તેમાં ધ્યાન એ સહુથી સબલ સાધન છે. ધ્યાન એટલે ચિંતન, ધ્યાન એટલે મનની એકાગ્રતા.
શ્રી હરિભદ્ર નામના જૈન મહાપુરુષે સિદ્ધિ કે સફલતા માટે ત્રણ ભૂમિકાઓ બતાવી છેઃ (૧) પ્રણિધિ, (૨) પ્રવૃત્તિ અને (૩) વિનય. તેને અર્થ એ છે કે કોઈ પણ કાર્ય શરુ કરતાં પહેલાં તેનું શું પરિણામ આવશે? તેને એકાગ્ર મને વિચાર કરો. જે તેમાં પરિણામ હિતકારી લાગે તો તે અંગે પ્રવૃત્તિ કરવી અને તેમાં વિદનો આવે તે તેને જય કરે, અર્થાત્ એ વિદને હિંમતથી પાર કરી જવા, એટલે સિદ્ધિ અવશ્ય સાંપડે છે.
આમાં પ્રણિધિ તે સ્પષ્ટતયા ધ્યાનનું-મનની એકાગ્રતાનું જ સ્વરૂપ છે. અને પ્રવૃતિ કરતાં, તેમ જ વિધાનો જય કરતાં પણ ધ્યાનની એટલે મનની એકાગ્રતાની જરૂર પડે છે. એક પ્રવૃત્તિ શરુ કર્યા પછી જે તેના પર ધ્યાન ન અપાય તે એ પ્રવૃત્તિ આગળ વધતી નથી, અધવચ્ચે જે તૂટી પડે છે અને ધમ્યું સોનું ધૂળ થાય છે.
. દાખલા તરીકે એક માળી બગીચાની સરસ જમીન જોઈ તેમાં ફૂલછોડ ઉગાડવાનો નિશ્ચય કરે છે અને તે માટે સારામાં સારી કલમો કે બીયાં લાવી તેને રેપી દે છે, પરંત ત્યારબાદ તે એના પર ધ્યાન આપતા નથી, એટલે તેની ફૂલછોડ ઉછેરવાની પ્રવૃત્તિ ભાંગી પડે છે અને તેણે તેમાંથી