________________
સફળતાનું સબળ સાધન
૩ર૩ - જે સુગંધી-ખુશબેદાર પુપ મેળવવાને મરથ સેવ્યો
હોય છે, તે અવશ્ય અધૂરી રહી જાય છે. - વ્યાપાર-ધંધામાં પણ આ જે હકીકત છે. તેને શરુ કર્યા પછી તેના પર બરાબર ધ્યાન આપનારા તેમાં સલ થાય છે અને તેના તરફ બરાબર ધ્યાન નહિ આપનારા અર્થાત્ દુર્લક્ષ કરનારા એ વ્યાપાર-ધંધામાં અવશ્ય ખોટ કરે છે અને મોટા ભાગે તેને સમેટવાને પ્રસંગ આવે છે, એટલે આર્થિક નુકશાન સાથે પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો
- જે વિદ્યાથીઓ અભ્યાસનાં સર્વ સાધને લઈને નિશાળે ભણવા જાય છે, પણ ત્યાં ગયા પછી શીખવાતા વિષ પર ધ્યાન આપતા નથી, તેમની પરીક્ષાના પરિણામે કેવાં આવે છે? વર્ગની છેલ્લી પાટલીઓ મોટા ભાગે તેમના માટે જ અનામત રહે છે. *
* - આ રીતે કઈ પણ પ્રવૃત્તિ શરૂ કર્યા પછી જે બીજુ બધું ભૂલીને તેના પર એકાગ્ર થવામાં ન આવે તે તેનું પરિણામ કદી પણ સફલતામાં આવી શકતું નથી. ચાર્લ્સ કિંગ્સલીએ કહ્યું છે કે, મારું દરેક કામ એમ વિચારીને કરું છું કે જાણે એ વખતે દુનિયામાં બીજી કેઈ વસ્તી જ ન હોય. બીજા એક તત્વચિંતકે કહ્યું છે કે
મનની એકાગ્રતા મનુષ્યની વિજયશક્તિ છે. તે મનુષ્ય જીવનની સમસ્ત શક્તિઓને એકાગ્ર કરી માનસિક ક્રાંતિ ઉત્પન્ન કરે છે.” “ભણવું ત્યારે ભણવું અને રમવું. ત્યારે