________________
૩૧૮
ધ્યાન-રહસ્ય
તથા એશ્વર્યનું આકર્ષણ કરવા માટે લીલા રંગ જેવો બીજો કઈ રંગ નથી. જ્યારે તમે તમારા રોમ-રોમમાં અને બહારનું બધું જગત્ લીલા રંગમાં જોવામાં તન્મય થઈ - જાઓ, તે વખતે નીચે લખેલાં વાક્યોને દશ વાર જપ કરેઃ
હું પૂછું છું. હું જે થવા ચાહું છું, તે અવશ્ય થઈશ.”
આ અભ્યાસ રોજ ૩૦ મીનીટ કરવો જોઈએ. ૧૫ -મીનીટ પ્રાતઃકાલમાં ઉઠતી વખતે, પ મીનીટ બપોરે અને ૧૦ મીનીટ રાત્રે સૂતી વખતે.
વિશ્વમાં કેઈ અપૂર્ણતા નથી, પરંતુ અભિલષિત આ વસ્તુઓને પ્રાપ્ત કરવાનો માર્ગ આપણે જાણતા નથી, તેથી આપણે સફલતા પ્રાપ્ત કરતા નથી. કેટલાક અઠવાડિયા કે કેટલાક મહિના સુધી આ પ્રમાણે ધ્યાન કરતા રહો. થોડા જ સમયમાં તમે ધારી હશે, તેથી પણ વધારે ઉન્નતિ થશે. તમે જોઈ શકશે કે ઉનતિનાં બધાં સાધનો અદષ્ટ અને અજ્ઞાત હાથેથી તમારી પાસે પહોંચવા લાગશે. તમારું જીવન તમારી અભિલાષા પ્રમાણે નિર્માણ થઈ જશે.”
અમારા યુવાન મિત્રો કે જેમાં અનેક પ્રકારની આશાઓ, અભિલાષાઓ કે મહત્વાકાંક્ષાઓ ધારણ કરીને પોતાની જીવનનૌકા હંકારી રહ્યા છે, તેમને આ પ્રોગ કરી લેવાની અમારી ભલામણ છે.