________________
ધ્યાનને અપૂર્વ મહિમા
૩૧૯ ધ્યાન દ્વારા આરોગ્યપ્રાપ્તિ પણ કરી શકાય છે. તે અંગે “પસનલ મેગ્નેટિઝમ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે તમારે કોઈ રેગીને રોગ દૂર કર હોય, તેને સુખ-શાંતિ પહોંચાડવી હોય તે તમે એકાન્તમાં બેસી જાઓ અને તમારા શરીરને ઢીલું છેડે, પછી તમારી જાતને કતરંગવાળા આકાશમાં તરતી જુઓ અને એ આકાશમાંથી શ્વેત રંગનો એક ધારા પ્રકટ થઈને પેલા રેગી પર પડી રહી છે અને તેને તેમાં તરબોળ કરી રહી છે, એવું ધ્યાન ધરે. જેટલા સમય સુધી અને જેટલા પ્રમાણમાં તમે એવું ધ્યાન ધરશો તેના પ્રમાણમાં એ રેગીને રેગ સુધરી જશે અને તેને સુખ-શાંતિ પ્રાપ્ત થશે. તે રેગી સમક્ષ હોય કે દૂર હોય, પણ આ પ્રગથી તેને જરૂર લાભ થશે. આ પ્રયોગ પિતાની જાત ઉપર કરતાં પણ અજબ રૃતિને અનુભવ થાય છે.”
આજે માનસિક ચિકિત્સા પદ્ધતિ તથા આધ્યામિક ચિકિત્સા પદ્ધતિ વિકાસ પામી રહી છે, તેમાં પણ મુખ્ય પ્રયોગ ધ્યાનને જ હોય છે. '
મનુષ્ય જે સગુણનો વિકાસ કરવા ધારે, તે ધ્યાનથી કરી શકે છે. તે સંબંધમાં એક વાર મીસીસ એનીબેસન્ટ લખેલું કે એક હિંદી ન્યાયાધીશ ચાલીશ વર્ષથી સત્યનું ધ્યાન ધરતા હતા. મેં તેમને એક વાર પૂછયું કે “તેનાથી તમને શું અનુભવ થયે?” તેમણે મને કહ્યું : “આ ધ્યાનથી મારામાં એવી શક્તિ વિકાસ પામી છે કે મારી સમક્ષ આવેલે અપરાધી કે સાક્ષી સાચું કહે છે કે ખોટું ? તે તરત