________________
૩૧૬
ધ્યાન-રહસ્ય
આ રીતે અન્ય મંત્રનું ધ્યાન ધરતાં પણ અનેકને અનેક પ્રકારને લાભ થયેલ છે. .
આજના મને વિજ્ઞાનને અનુસરનારા વિદ્વાનોએ પણ “ધ્યાનની આ ચમત્કારિક શક્તિને સ્વીકાર કર્યો છે. તે અંગે ચિકાગના એક માસિક પત્રમાં કેટલાક વખત પહેલાં ટી, ડબ્લ્યુ. મિથ નામના એક વિદ્વાનનો “ધ્યાન દ્વારા એશ્વર્યપ્રાપ્તિ નામને જે લેખ પ્રકટ થયે હતું, તેને અનુવાદ અહીં રજૂ કરીએ છીએ.
વિચારથી–ચિંતનથી સમસ્ત વસ્તુઓને આકર્ષિત કરી શકાય છે, આ સિદ્ધાંતનું રહસ્ય ઘણું શેડા માણસો જાણે છે. જે વસ્તુનું આકર્ષણ કરવું હોય, તેનું માનસચિત્ર જ્યાં સુધી સ્પષ્ટ બનાવવામાં ન આવે, ત્યાં સુધી જ કાર્યસિદ્ધિમાં વિલંબ થાય છે. જ્યારે આપણે પિતાના વિચાર અન્ય કોઈ સ્થળે મોકલતા હોઈએ છીએ, ત્યારે આપણું બધું બળ વિચારો પર લગાડી દઈએ છીએ, પરંતુ આપણે આ વિચારોને કેટલા સ્પષ્ટ મૂર્તિમાન બનાવી શકીએ છીએ, તેના પર એની પૂર્ણતા નિર્ભર છે.”
તેમણે ધ્યાનની વિધિ આ પ્રમાણે દર્શાવી છે?
(૧) દિવસને કેઈ પણ સમય નક્કી કરે કે જ્યારે તમે ઉન્નતિને માટે પોતાના વિચારે એકાગ્ર કરી શકે.
(૨) એકાન્ત સ્થાનમાં બેસીને બંને હાથ મેળામાં રાખી લે, નેત્રો બંધ કરે અને શરીરને ઢીલું છોડી દે.