________________
[૨] ધ્યાનનો અપૂર્વ મહિમા
ધ્યાન એ દિવ્ય જીવનનો દરવાજો છે, શક્તિના અખૂટ ભંડારની ચાવી છે અને અપૂર્વ ચિંતામણિ રત્ન છે. કદાચ . કેઈને આ વચનો અતિશયોક્તિભરેલાં લાગશે, પણ હવે ચુછીનું વિવેચન તેની પ્રતીતિ કરાવશે.
દિવ્યજીવનને દરવાજે માનવજીવનના ગુણ કે પ્રકૃતિ પ્રમાણે ત્રણ વિભાગ, પડે છેઃ (૧) પશુ જીવન, (૨) માનવજીવન અને (૩) દિવ્ય જીવન
જે મનુષ્યમાં તમોગુણ અધિક હોય અને તેથી ક્રૂર, સ્વાથી, લંપટ, દુષ્ટ જીવન જીવતો હોય, તેના જીવનને આપણે પશુ જીવન કહી શકીએ, કારણ કે પશુઓની જેમ તેને કર્તવ્યાકર્તવ્યનું ભાન નથી અને તે હેતુવિહીન ચદચ્છા જીવન જીવે છે. "