________________
૩૧ર
દયાન-રહસ્ય
येषां न विद्या न तपो न दानं, . न चापि शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता,
मनुष्यरूपेण मृगाश्चरन्ति ।
જેઓ મનુષ્યનો દેહ મળવા છતાં કઈ વિદ્યા સંપાદન કરતા નથી, કેઈ જાતની તપશ્ચર્યા કરતા નથી, કોઈ સુપાત્ર કે ગરીબ-ગરબાંને દાન આપતા નથી, કેઈ વ્રતનિયમ ધારણ કરતા નથી, કેઈ મહાન ગુણ કેળવતા નથી કે ધર્મનું આચરણ કરતા નથી, તે આ મનુષ્યલોકમાં ભૂમિને ભારરૂપ છે અને માનવના રૂપમાં પશુ તરીકે પિતાનું જીવન વ્યતીત કરી રહેલ છે.”
આ પરથી એમ સમજવાનું કે જે મનુષ્યના આચારવિચાર સારા હોય અને જે હેતુપૂર્વકનું નિયમિત જીવન જીવતા હોય, તે સાચા અર્થમાં મનુષ્યનું જીવન–માનવ જીવન જીવે છે અને પૃથ્વીપટને શેભાવે છે. આ જીવનમાં રજોગુણની અધિકતા હોય છે.
જે મનુષ્ય સર્વ સાંસારિક પદાર્થોને મેહ છોડીને તથા વિરાગ્ય, ત્યાગ આદિ મહાન ગુણેથી વિભૂષિત થઈને પરમાત્માનો પ્રકાશ મેળવવા પ્રયત્ન કરે છે, તેના જીવનને દિવ્ય જીવન કહેવામાં આવે છે. દિવ્ય એટલે પ્રકાશવંત. આપણું જીવન અજ્ઞાનથી–અંધકારથી આવૃત્ત હોય છે, તેની અપેક્ષાએ આ જીવન પ્રકાશવંત હોવાથી તેને દિવ્ય જીવન સમજવાનું છે. આ જીવનમાં સવગુણની અધિકતા હોય છે.
આવું દિવ્ય જીવન ભારતના ઋષિ – મહર્ષિઓ,