________________
ઉપક્રમ
૩૦૫
અનેક પ્રકારની ચિંતાઓ તથા અનેક પ્રકારના ઉદ્દગામાં પેાતાનું આયુષ્ય પૂરું કરે છે. શુ આને માનવજીવનની સફળતા કે સાર્થકતા કહીશુ ખરાં?
1
માટે ધન-સપત્તિની જોઈએ. જો આવી
સસારના વ્યવહાર ચલાવવા જરૂર છે, પણ તેની મર્યાદા હોવી મર્યાદાને સ્વીકાર કરવામાં આવે તે આધ્યાત્મિક વિકાસ માટે કેટલેાક સમય જરૂર ફાજલ પાડી શકાય અને તેમાં જપ તથા ધ્યાન જેવાં ઉત્તમ સાધનાના અભ્યાસ અવશ્ય કરી શકાય. અપરિગ્રહ વ્રત આમાં મદદ કરી શકે છે.
.:
કેટલાક કહે છે કે · અમારી વિખૂણાઓને પાર નથી. અમે ત્રણ સાંધીએ ત્યાં તેર તૂટે છે, તેા જપ અને ધ્યાનના અભ્યાસ શી રીતે કરીએ ?' પરંતુ આ માતુભાવેાએ સમજી લેવું જોઈ એ કે જપ અને ધ્યાનના આશ્રય લેવાથી વિટંબણાઓ હેઠી જાય છે, સતાષ અને શાંતિભર્યુ જીવન પ્રાપ્ત થાય છે અને ઉત્તરોત્તર ઉન્નતિ સધાય છે. જપ અને ધ્યાનના માર્ગ અંગીકાર કરનારની કદી અધેાગતિ થતી નથી. આ વસ્તુ વધારે તા અનુભવે સમજાય એવી છે. તે માટે અમે ગમે તેવાં વિધાન કરીએ તે પણ તેની સામે ત થવાનેા કે એ મની શી રીતે શકે ? એટલે અહીં એક જાતઅનુભવની ઘટના રજૂ કરીશું.
'
"
સને ૧૯૩૪-૩૫ની સાલમાં અમે અમદાવાદ ખાતે ગ્રંથપ્રકાશન, પત્રપ્રકાશન તથા તેને લગતું મુદ્રણકાર્ય કરવા
૨૦