________________
૩૦૬
ધ્યાન-રહસ્ય માટે એક મુદ્રણાલય ખેલી બધી તિ કાર્યાલય લીમીટેડ નામે એક સંસ્થા ઊભી કરી હતી. તેમાં ધાર્યા કરતાં નાણાનું રોકાણ વધારે થવા લાગ્યું અને અમારી પાસેના માલનાં નાણાં છૂટાં થાય એવી પરિસ્થિતિ ન હતી. ઘણા પ્રયત્નો કરવા છતાં એમાંથી રસ્તે નીકળ્યો નહિ અને આખરે એ સંસ્થા સમેટવી પડી. આથી અમને આઘાત થાય, એ સ્વાભાવિક હતું, પરંતુ આ સંસ્થા સમેટતાં અમારી બધી મૂડી ચાલી ગઈ અને ઉપરથી રૂપિયા વીશ હજારનું દેવું થયું. આ ઘટના પહેલાં બે વર્ષ પૂર્વે અમે કાયમ રહેવાની ગણતરીએ મુંબઈ આવી ગયા હતા. ૪
ધંધો હાથથી ગયો અને ઉપરથી દેવું થયું. કઈ મિત્ર કે નેહી પાસે જવા જેવી પરિસ્થિતિ ન હતી, કારણ કે તેઓ ઓછાવત્તા ખરડાયેલા હતા. આ વખતે બીજે કઈ ઉપાય ન સૂઝવાથી અમે ધ્યાનમાં બેસી પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા કે “તું મને રસ્તો બતાવ. હવે મારે શું કરવું? અને આ દેવું શી રીતે કાપવું ?” થોડા દિવસ ધ્યાન અને પ્રાર્થનાનો આ ક્રમ ચાલ્યું કે એક દિવસ એકાએક અંતઃકરણમાં સ્કુરણા થઈ કે “વૈદકનો ધંધો શરુ કર. તેમાં તારાં સાત વર્ષ નીકળી જશે અને તું દેવામાંથી મુક્ત થઈશ.”
આથી અમે આશ્ચર્ય પામ્યા, પરંતુ સમજતાં વાર ન લાગી કે આ તો અમારી ધ્યાનગત પ્રાર્થનાનો જ જવાબ છે. હવે વૈદકનો ધંધો અમે કદી કર્યો ન હતું અને વગર ૪ આ સાલ સને ૧૯૩૭–૩૮ની હતી.
આ