________________
ધ્યાન રહસ્ય
વસ્તુ પ્રથમ સમજી લઈ એ. જ્યારે મનને અન્ય વિષય – માંથી ખેંચી લઈને મત્રામાં જોડવામાં આવે છે, ત્યારે જય ખરાખર થાય છે. હવે મનના સ્વભાવ તો ભ્રમરની જેમ ભ્રમણ કરવાના છે, એટલે કે તે એક વિષયથી ખીન્ત વિષય પર અને ખીજા વિષયથી ત્રીજા વિષય પર દોડી જાય છે. આ તેની ભ્રમણક્રિયા નિર'તર ચાલુ રહે છે, એટલે તેને મંત્રા માં જોડી રાખવાનું કામ સહેલું નથી. આપણે તેને મત્રા માં જોડીએ છીએ, પણ તે તેના સ્વભાવ પ્રમાણે ઘેાડી જ ક્ષણામાં ત્યાંથી હડી જાય છે અને ખીજા વિષચાને પકડી લે છે.
૩૦૨
ચંચલતા એ મનના સ્વભાવ છે અને ધ્યાનના અભ્યાસ• થી જ તેમાં પરિવન આવે છે, એટલે કે તે સ્થિર ખનતું જાય છે. હવે તમે જ કહેા કે ધ્યાનની સહાય વિના જપ સિદ્ધ થઈ શકે ખરા? આજે જપના ફૂલ વિષે જે ફરિયાદ ઉઠી રહી છે, તેનું ખરૂ કારણ એ છે કે તેમાં ધ્યાન ભળેલુ હાતુ નથી. જો તેમાં ધ્યાન ભળે તે એકાગ્રતા આવે, મન અને મંત્ર એક થઈ જાય અને તેથી ધાર્યુ પરિણામ · અવશ્ય આવે.
રાજના નિયત જપ પૂરા થયા પછી ધ્યાન ધરવાનું જે વિધાન છે, તે ઘણું સૂચક છે. તેથી. ચિત્તવૃત્તિઓમાં એકાગ્રતા આવતી જાય છે અને તે જપક્રિયાને ઉત્તરાન્તર શુદ્ધ બનાવે છે. આ રીતે ધ્યાનની સહાયથી જ પસાધના