________________
યાજ
જપ-રહસ્ય. મહત્વ સ્વીકારાયું છે. હું તેની હિંસા કરીશ નહિ, એ નિયમ લેનાર મનુષ્ય અહિંસક બને છે અને તેથી. અભયને અધિકારી થાય છે. હું અસત્ય બેલીશ નહિ, એવો નિયમ લેનારે મનુષ્ય સત્યવાદી બને છે અને તેથી તેનું વચન આદરણય થાય છે. હું ચોરી કરીશ નહિ. એ નિયમ લેનારે મનુષ્ય પ્રામાણિક બને છે અને તેથી સવનો વિશ્વાસપાત્ર થાય છે. આ રીતે જે જે વસ્તુ હેય. છે–ત્યજવા ગ્ય છે, તેને ત્યાગ કરવાથી તેમજ જે જે વસ્તુઓ ઉપાદેય છે–આદરવા એગ્ય છે, તેમાં પ્રવૃત્તિ. કરવાથી મનુષ્યમાં ગુણની વૃદ્ધિ થાય છે અને તે ગુણવાન – ચારિત્રશીલ બને છે. આ રીતે નિયમબદ્ધતા મનુષ્યની. ઉન્નતિમાં અગત્યનો ભાગ ભજવે છે.
કેટલાક મનુ નિયમની મહત્તા સમજી તેને. રવીકાર કરે છે, પરંતુ થોડી અડચણ કે મુશ્કેલીઓ. આવતાં તેને છોડી દે છે. આ રીતે નિયમ લઈને તેડવો. એ એક પ્રકારની કાયરતા ગણાય છે. અધ્યાત્મશાસ્ત્રો તે સ્પષ્ટ વાણીમાં વદે છે કે નિયમ લઈને તડે એ મોટું પાપ છે, તેથી નિયમનું પ્રાણુતે પણ પાલન કરવું જોઈએ “અમે લીધી પ્રતિજ્ઞા પાળશું રે, ભલે કાયાના કટકા થાય વગેરે પંક્તિઓ ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામ વખતે પ્રચલિત. થઈ હતી, તે એટલા જ માટે કે લેકે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરે અને એ રીતે સ્વાતંત્ર્યસંગ્રામ જિતી શકાય. જીવનરૂપી સંગ્રામ જિતવા માટે આપણે પણ આ જાતને.