________________
અક્ષમાલા વડે પગણતરી
(૭) માલા ફેરવતી વખતે તે બીજી વસ્તુઓને ન અડે તેનું ધ્યાન રાખવું . (૮) માલા એવી રીતે ફેરવવી કે તે ખૂબ હાલે
નહિ કે ગુંચવાઈ જાય નહિ. | (૯) માલા ગણતી વખતે તેને નખને સ્પર્શ ન થાય તે જેવું.
(૧૦) માલા ગણતી વખતે તે હાથમાંથી પડી ન -જાય, તેનું ખાસ ધ્યાન રાખવું. જે પડી જાય તો મંત્ર* દેવતાની ક્ષમા માગી તેને ધૂપથી વાંસિત કરી પછી કામમાં લેવી. . .
(૧૧) જપસાધના દરમિયાન માલા બદલવી નહિ. - ' કેઈપણ કારણસર બદલવી પડે તો તેને ફરી પ્રતિષ્ઠિત કરી લેવી.
માલા ગણતી વખતે આંગળીને ઉપગ
માલા ગણતી વખતે કઈ આંગળીઓને ઉપયોગ કરવો? તે બાબતમાં સંપ્રદાયભેદે છે. કેટલાક મધ્યમાં આંગળી પર માલા રાખી અંગૂઠાથી જપ કરે છે અને તર્જની આંગળીનો ઉપયોગ કરતા નથી. જ્યારે કેટલાક તર્જની આંગળી પર માળા રાખી તેને અંગૂઠાથી જપ કરે છે. વળી બીજા કેટલાક અંગૂઠા પર માળા રાખી મધ્યમા આંગળી વડે તેને જપ કરે છે.
પરંતુ તંત્રમાર્ગના અનુભવી એક મહાત્માએ કહ્યું