________________
ધ્યાન એક અનિવાય ક્રિયા
૨૩૫
ભૂષણ એટલે . આભૂષણ, અલંકાર, ઘરેણાં. તેમાં કેટલીક વખત આપણે પહેરીએ છીએ તેવાં ભૂષણે હાય છે, જ્યારે કેટલીક વખત તેમાં વિશેષતા હેાય છે. શંકર ભગવાને ગળામાં નાગને ધારણ કરેલા છે, તે એનું ભૂષણ છે. કાલી. માતાએ ગળામાં નરમૂડની માળા પહેરેલી છે, તે એનું ભૂષણ છે. આ રીતે દેવ પરત્વે ભૂષણ જુદાં જુદાં હાય છેઅને તેમાં કોઇ ગુપ્ત રહસ્ય છૂપાયેલ હોય છે.
વાહન એટલે દેવની સવારી માટેનું કોઈ પશુ કે પ્રાણી, સરસ્વતીનું વાહન હંસ છે, માજીનું વાહન વાઘ છે, પદ્માવતીનું વાહન કુકકુટ જાતિના સર્પ છે, શકરનું વાહન વૃષભ એટલે બળદ છે, ગણપતિનું વાહન ઊદર. છે, વગેરે.
દરેક દેવને અમુક હાથ હાય છે. એટલે કોઈ ને એ, કાઈને ચાર, કાઈને છું, કાઈને આઠ, કાઈને દશ તે કાંઈ ને વીશ કે તેથી પણ અધિક હાથ હોય છે અને તે દરેકમાં,એક વસ્તુ હાય છે, જેને તેમનું આયુધ ગણવામાં આવે છે. એટલે કે આયુધના અર્થ શત્રુ ન સમજતાં હાથમાં રહેલી વસ્તુ સમજવાની છે. આ વસ્તુ પણ. રહસ્યમય છે અને તે ગુરુ કે અનુભવી પાસેથી જ જાણી.
!
શકાય છે.
ધ્યાનના સ્પષ્ટ ખ્યાલ આવે, તે માટે અહીં તેના એ દાખલાઓ રજૂ કરીશુ.