________________
પ-રહસ્ય. તે આપણે કેવા દેખાઈએ ? તે સંબંધમાં અહીં એક કથા રજૂ કરીશું. સ્વભાવથી મનુષ્ય કે હોય છે? તે દર્શાવનારી કથા.
દેવશર્મા નામનો એક બ્રાહ્મણ પાંચ પુત્રીઓને પિતા હતો અને સ્થિતિ સાવ સામાન્ય હતી, એટલે આ પુત્રીએને માટે એગ્ય વર શી રીતે મેળવવો? તેની મેટી. મુંઝવણમાં પડે. આખરે તેણે એક રાત્રિએ ઘર છોડ્યું અને કેઈ નદીના સંગમસ્થાન પર એક શિવાલય હતું, ત્યાં રહીને શિવજીની આરાધના કરવા માંડી. કેટલાક વખતે. શિવજી પ્રસન્ન થયા અને તેમણે દર્શન આપ્યાં, ત્યારે આ બ્રાહ્મણે પિતાની મુશ્કેલીઓને અંત લાવવા કેટલુંક દ્રવ્ય માગ્યું. શિવજીએ કહ્યું : “દ્રવ્ય તે મનુષ્યની વ્યવહાર ચલાવવાની માયિક વસ્તુ છે, તે મારી પાસે કયાંથી. હોય? કેઈ સારા મનુષ્ય પાસે જા, તે તને જોઈતું દ્રવ્ય આપશે.”
શિવજીનાં વચન પર વિશ્વાસ રાખી એ બ્રાહ્મણ પિતાના નગરમાં પાછો ફર્યો અને ત્યાં કઈ સારા મનુષ્યને શોધી તેની પાસેથી દ્રવ્ય માગવા વિચાર્યું. એમ કરતાં તે એક બંગલાના દરવાજે આવીને ઊભે, તે એવી આશાએ. કે આ બંગલામાંથી કેઈ સારો માણસ બહાર નીકળશે.. એટલે તેને હું વિનંતિ કરીશ અને જોઈતું દ્રવ્ય મેળવી લઈશ.”
થોડી વારે એ બંગલામાંથી કડકડતાં કપડાંવાળા એક