________________
- જ૫નું આધ્યાત્મિક અનુષ્ઠાન
૨૬૫ એકાંતમાં રહેતાં એકલવાયા બની જવાય અને અમારા જીવનને બધે રસ સૂકાઈ જાય તેનું શું ?” એવો પ્રશ્ન પણ કેટલાક તરફથી ઉઠાવવામાં આવે છે, પણ આધ્યાત્મિક અનુષ્ઠાન એ જીવનપરિવર્તન માટેની એક ખાસ પ્રક્રિયા છે, એ ભૂલવાનું નથી. તાત્પર્ય કે અત્યાર સુધી આપણે સંસારગના વિવિધ સાધનોમાં રસ માન્ય છે, તેનું ધારણું બદલવું જોઈએ અને “મારા જીવનની શુદ્ધિ કેમ થાય? મારું મન શુદ્ધ અને સ્થિર કેમ થાય? મને દિવ્ય જીવનનો અનુભવ ક્યારે થાય? વગેરે પ્રશ્નોમાં રસ લેવો જોઈએ. વળી જીવ એકલે આવે છે અને એ જવાને છે, તે થોડા દિવસ એકલપણાને અનુભવ કરીએ તે ખોટું શું છે?” એમ વિચારવાથી એકલવાયાપણું અઘરું લાગતું નથી, સતાવતું નથી. એકલવાયાપણું ટાળવાને અકસીર મંત્ર “દોડધું છે. તેને જપ શરૂ કરે, એટલે
એકલવાયાપણું સ્વાભાવિક લાગશે. . ટૂંકમાં એકાંતને લીધે અંતર્મુખતા પ્રગટે છે, મન વધારે શાંત અને સ્થિર બને છે અને પિતાની જાતને જોવાની એક અણમલ તક સાંપડે છે. આજ સુધી આપણે આપણી જાતને જોઈ નથી, વધારે સ્પષ્ટ કહીએ તે મધ્યસ્થતાપૂર્વક જોઈ નથી, એટલે તેમાં કેવી ખેડ-ખાંપણે છે, કેવી કુટેએ ઘર કરેલું છે અને તેમાં કે વિસંવાદ તથા કેવી ભયંકરતા પ્રવતી રહી છે તેને સ્પષ્ટ ખ્યાલ નથી. જે આપણી જાતને મૂલ સ્વરૂપે જોવાની દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય