________________
જયનું આધ્યાત્મિક અનુષ્ઠાન
૨૭૬ - તેના વચન પર વિશ્વાસ રાખી દેવશર્માએ એ મુજબ કર્યું. બરાબર છે મહિનાના અંતે રામજી ભગતે અજબ કારીગરીના નમૂનારૂપ પગરખાંની જોડી તૈયાર કરી અને તેને મખમલની સુગંધીદાર પેટીમાં મૂકી એગ્ય સમયે રાજાને ભેટ કરી, તેથી રાજા અત્યંત પ્રસન્ન થયે અને મનગમતું ઈનામ માગવા જણાવ્યું. ત્યારે મોચીભગતે કહ્યું : કૃપાનાથ! મારે ત્યાં એક બ્રાહ્મણ છ મહિના થયા પડો છે, તેને મનોરથ પૂર્ણ કરી આપો, એટલી દાસની માગણી છે.” " રાજાએ કહ્યું: “શું તારે ત્યાં આજે છ માસ થયા બ્રાહ્મણ રહ્યો છે?”
મચી ભગતે કહ્યું : “મહારાજ ! કારણવશાત્ સર્વ કંઈ કરવું પડે છે, પરંતુ એ બ્રાહ્મણમાં મનુષ્ય પરીક્ષાની ' ભારે કરામત છે. -
આ કરામત શબ્દ સાંભળતાં જ રાજાનું મન આકર્ષાયું અને તેણે બીજા દિવસે બ્રાહ્મણને પોતાની સાથે રાજસભામાં લાવવાનું જણાવ્યું. બીજા દિવસે મેચીભગત તથા દેવશર્મા રાજાની સભામાં ગયા. ત્યાં બ્રાહ્મણે પેલી બૂટી પિતાના કાને ચડાવેલી હતી, એટલે સભાનું દ્રશ્ય જોઈ અત્યંત આશ્ચર્ય અનુભવવા લાગ્યું.
તે જોઈ રાજાએ પ્રશ્ન કર્યો: “ભૂદેવ ! તમે મારી રાજસભામાં એવું તે શું જોયું કે આટલા આશ્ચર્યચકિત જણાએ છે?”
દેવશર્માએ કહ્યું: “મહારાજ ! આપ કશું ન કરો