________________
૨૬૪
જ૫-રહસ્ય આદિ નિયમિત મળતાં રહે એવી સગવડ કહી શકાય છે. આજે અનેક સાધુ–સંતે નર્મદા કિનારે તેમજ અન્ય નદીના કિનારે આ પ્રકારે વસી જપના આધ્યાત્મિક અનુષ્ઠાનનો લાભ લે છે અને આગળ વધે છે.
જે નજીકમાં કઈ ગાશ્રમ, સાધનાશ્રમ કે એવી જ બીજી કઈ સંસ્થા હોય અને તેમાં ઓરડીઓની સગવડ હેય તે તેમાં એકલા રડીને આ પ્રકારનું અનુષ્ઠાન કરી શકાય છે. ગુજરાતમાં નડિયાદ ખાતે હરિ ૩આશ્રમ જયસાધકને આવા ઓરડા પૂરા પાડે છે.
જો આમ ન બની શકે અને પોતાના ઘરની જગા વિશાલ હેય તે તેને એક ઓરડે પસંદ કરી તેમાં એકાંતને આશ્રય લઈ શકાય છે. પરંતુ તે માટે ઘરના માણસને ભેજન મૂકવા આદિ બાબતે સિવાય નહિ આવવાનું સમજાવી દેવું જોઈએ.
ઘણાને એકાંતમાં રહેતાં ભય લાગે છે, પણ સમજણ સુધારવાથી તથા હિંમત કરીને એકાંતમાં રહેવાથી એ ભય દૂર થઈ જાય છે. શિયાળાના દિવસે હોય અને ઠંડા પાણીએ નાવાનું હોય તે મનમાં એમ થાય છે કે ઠંડા પાણીથી શી રીતે નવાશે? જે આ વિચાર તીવ્ર બને તો ઠંડા પાણીથી નાવાનું માંડી વાળીએ છીએ, પણ હિંમત કરીને નળ નીચે બેસી જઈએ કે ઠંડા પાણીથી નાવાનું શરૂ કરી દઈએ તે કંઈ થતું નથી. પછી વિશ્વાસ પડતાં બીજા-ત્રીજા દિવસે ભય વિના ઠંડા પાણીથી નાઈ શકાય છે.