________________
૨૩૬
જ૫–રહસ્ય દશ મહાવિદ્યાઓમાં- કમલા અથવા મહાલક્ષ્મીનું ધ્યાન નીચે પ્રમાણે આપેલું છે ?
कान्त्या काञ्चनसन्निभां हिमगिरिप्रख्यैश्चतुर्भिर्गजैहस्तोत्क्षिप्तहिरण्यमयामृतवटैरासिच्यमानां श्रियम् ।। विभ्राणां वरमजयुग्ममभय हस्तैः किरीटोज्ज्वलां, क्षौमाबद्धनितम्ब विम्बललितां वन्देऽरविन्दस्थिताम् ।।
જેની સુવર્ણ જેવી કાંતિ છે, જેને હિમાલય જેવા -ચાર દિગજ પિતાની સૂંઢ વડે અમૃતથી ભરેલા સુવર્ણમય
ઘટ વડે સિંચન કરે છે, જેણે એક હાથમાં વરદમુદ્રા, એક “ હાથમાં અભયમુદ્રા તથા બીજા બે હાથમાં કમલપુપે ધારણ કર્યા છે, જેણે મસ્તક ઉપર મુગટ ધારણ કરેલ છે તથા જે કટિપ્રદેશ ઉપર રેશમી સાડી બાંધવાને લીધે અત્યંત લસિત સ્વરૂપવાળી છે અને જે કમલ પર બેઠેલી છે, એવી કમલાદેવીને હું નમસ્કાર કરું છું.'
શ્રી પદ્માવતીદેવીના સ્થાન માટે નીચેને લોક ભૈરવપદ્માવતીક૯પમાં અપાયેલ છે ?
पाशफलवरदगजकरणकरा पद्मविष्टरा पद्मा ।
सा मां पातु भगवती त्रिलोचना रक्तपुष्पाभा ।।
* તાંત્રિક સંપ્રદાયમાં દશ મહાવિદ્યાઓ આ પ્રમાણે મનાયેલી છે: (૧) કાલી, (૨) તારા, (૩) ઘોડવી–મહાત્રિપુરાસુંદરી, (૪) ભુવનેશ્વરી, (૫) ભૈરવી, (૬) ધૂમાવતી, (૭) છિન્નમસ્તકા (૮) બગલામુખી, (૯) માતંગી અને (૧૦) કમલા-મહાલક્ષ્મી. આ દરેક વિદ્યાનો મંત્ર, ધ્યાન, સ્તોત્ર, કવચ તથા યંત્ર હોય છે.