________________
[38]
જપનું તાંત્રિક અનુષ્ઠાન
જે મનુષ્યે એક યા ખીજા કારણે જપસાધનાને નિત્યકમ તરીકે સ્વીકારી કરી શકતા નથી, તે જપસાધના માટે તંત્રશાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણેનું અનુષ્ઠાન કરીને તેના લાભ લઈ શકે છે. જપસાધનાં બિલકુલ ન કરવી; તેના કરતાં જ્યારે પણ સમય મળે ત્યારે અથવા તે માટે થોડા સમય જુદો કાઢીને અનુષ્ઠાન કરી લેવુ, એ ડહાપણુભરેલા માર્ગ છે. પ્રાચીન પુરુષાએ જપને માનવજીવનનું એક મધુર ફલ કહ્યુ` છે, તેનાથી સુજ્ઞે વંચિત કેમ રહી શકે ? જેને જીવન સફલ કરવું છે અથવા તેની કૃતકૃત્યતા અનુભવવી છે, તેણે તેા જપસાધના જરૂર કરવી જોઈએ.
..
અનુષ્ઠાન ખની શકે તેા ૨૧ દિવસનું, તેમ ન બની શકે તે ૧૪ દિવસનું અને છેવટે છ દિવસનું કરવુ જોઈએ. તે સિવાય તેના વિશિષ્ટ અનુભવ થઈ શકે નહિં, તેને પ્રભાવ કે ચમત્કાર જોઇ શકાય નહિ.