________________
૨૬
જપ-રહસ્ય. તેટલી સારી જાતના હોવા જોઈએ અને તે અગાઉથી સાફ કરી લેવા જોઈએ.
(૪) પુષ્પોપચાર એટલે પુષ્પ વડે પૂજા કરવી.. આ પુખે દેવને પ્રિય હોય તેવાં અને તાજાં વાપરવાં. દાખલા તરીકે શ્રી મહાલક્ષ્મીનું પૂજન હોય તો એનચંપાનાં પુષ્પ વાપરવાં, શ્રી પદ્માવતીજીનું પૂજન હોય તે લાલ કરેણ. કે કમળ વાપરવાં, વગેરે. જ્યાં આવું ખાસ વિધાન ન હોય. ત્યાં સારાં સુગંધી પુપનો ઉપચાગ કરી શકાય. આ પુષ્પ પ્રથમ અંગૂઠા તથા તર્જની આંગળી વડે પકડી મંત્ર બેલીને ચડાવવાનું હોય છે. . (૫) ને પચાર એટલે નૈવેદ્ય ધરીને પૂજન કરવું. આમાં ક્યા દેવને કયું નૈવેદ્ય વધારે પ્રિય છે, તે ધ્યાન રાખી બધું તૈયાર કરવાનું હોય છે અને તે શ્રદ્ધાપૂર્વક દેવને અર્પણ કરવાનું હોય છે. અહીં નૈવેદ્યમંત્રની સંખ્યા. ૧૦૮ કરવા માટે ૧૦૮ સાકરના ગાંગડાને ઉપગ કરી. શકાય છે. એટલે કે એક મંત્ર બેલી એક સાકરનો ગાંગડે. ચડાવી શકાય છે. સાકરનો ગાંગડે એ નૈવેદ્યનું પ્રતીક છે.. - (૬) દીપોપચાર એટલે દીપ વડે પૂજા કરવી. તેમાં ઘીને દીવે સન્મુખ ધરાવે એ દીપપૂજા છે. પરંતુ તેની સંખ્યા ૧૦૮ કરવા માટે અગાઉથી એવી દીપિકાઓ મેળવવી. જોઈએ કે જેમાં આટલા દીપકે પ્રકટાવી શકાય. તેના ખાડામાં ઘી ભરી, વાટે મૂકી મંત્ર ભણવાપૂર્વક દીપક પ્રકટાવવો જોઈએ. આવી સામગ્રીના અભાવે દીપકવાળી